સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

જુનાગઢ : વૃધ્ધાશ્રમના નિર્માણ માટે રૂ. ર.પ૧ લાખનો ચેક અર્પણ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. રપ : જામનગર ખાતે એકલે હાથે અમન ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ વૃદ્ધાશ્રમના નવા જ બિલ્ડીંગ નું નિર્માણ કરવા જઈ રહેલા પારૂલબેન જોબનપુત્રા ને ઇન્ડો આફ્રિકા ચેરીટેબલ સોસાયટી, કેનેડા દ્વારા મદદ કરવાના ભાગ રૂપે રૂ. ૨.૫૧ લાખનો ચેક અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના, જૂનાગઢ જિલ્લા મારફત પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાના   હસ્તે એનાયત કરવામાં આવેલ. કાર્યક્રમમાં  જલારામ સેવાધામના મેનેજીંગ ટ્રસ્ટી પી.બી. ઉનડકટ દ્વારા અમન ચેરીટેબલ ટ્રસ્ટ ની કામગીરી વિશે સમજણ આપી હતી. જ્યારે યતીનભાઈ કારિયા એ ઇન્ડો આફ્રિકા દ્વારા કરવામાં આવેલ સેવાકીય મદદ ની વિગતો આપી હતી. મહેન્દ્રભાઈ તેમજ ગીરીશભાઈ એ રઘુવીર સેના મારફત થઈ રહેલા કાર્યો ની પ્રશંસા કરેલ અને મહેન્દ્રભાઈ એ જણાવેલ કે ગીરીશભાઈ ના નિવાસસ્થાને ખૂબ સત્કાર્યો થતા રહે છે જે આવકારદાયક છે. ગીરીશભાઈ એ યતીનભાઈ ની જૂનાગઢ માં છેલ્લા ૨ વર્ષો ની અનેકગણી સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવેલ અને રઘુવીર સેના ને સહયોગી બનાવેલ તે બદલ આભાર વ્યકત કરેલ અને પારૂલબેનના વૃદ્ધાશ્રમ ને શક્ય તેટલી મદદ અપાવવામાં સહયોગ ની ખાત્રી આપેલ. આ પ્રસંગે રઘુવીર સેના ગીરીશભાઈ આડતીયા, ગૌરવ રૂપારેલીયા, જયેશ ખખખર, હિરેન અઢિયા, રવિ સૂબા હાજર રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:07 pm IST)