સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

ધ્રોલ : મુંગરા કન્યા વિદ્યાલયમાં પ્રજાસતાક પર્વની ઉજવણી

ધ્રોલ : શ્રીમતી ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલના પટાંગણમાં ૭૨માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ. જેમાં કોરોના વોરિયર્સ ડો.સંજયભાઇ સોજીત્રા (ઉપપ્રમુખ લેઉવા પટેલ સમાજ ધ્રો), વિજયભાઇ મુંગરા (સંચાલક - લેઉવા પટેલ સેવા સમાજ), ડો. પ્રવિણાબેન તારપરા (આચાર્યાશ્રી ડી.એચ.કે.મુંગરા કન્યા વિદ્યાલય) નાથાબાપા ભંડેરી તથા એસ.બી.ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્ટાફ તથા ધો.૧૦ અને ૧૨ની વિદ્યાર્થીની બહેનો ઉપસ્થિત રહી. વ્યાયામ શિક્ષક મમતાબેન અજુડીયાની આગેવાનીમાં ધ્વજવંદન કરાયુ. કાર્યક્રમના અધ્યક્ષ ડો.વિજયભાઇ સોજીત્રાના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો. આમંત્રીત મહેમાનો તથા શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રગીત અને ઝંડાગીતનું ગાન કરી નારા બોલ્યા. કોરોના વોરીયર્સ અને કાર્યક્રમના અધ્યક્ષ ડો.વિજયભાઇ સોજીત્રાએ પ્રાસંગીક પ્રવચન અને બધાને ગણતંત્રદિવસની શુભેચ્છા આપી. પુનિતાબેન મછોયાના માર્ગદર્શનમાં વિદ્યાર્થીની બહેનોએ મંત્રો સાથે સુર્યનમસ્કાર કર્યા. મમતાબેન અજુડીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ મ્યુઝીક સાથે યોગાસનો રજૂ કર્યા. મમતાબેન અને ભારતીબેન પરમારના માર્ગદર્શન નીચે દેશના નેતાઓ અને ક્રાંતિવીરોની વેશભૂષા સાથે સુત્રોચ્ચારની આછેરી ઝલક કરાવવામાં આવી. આભારવિધિ શાળાના આચાર્યા ડો.પ્રવિણાબેન તારપરાએ કરી હતી. કાર્યક્રમનું સ઼ચાલન શ્રધ્ધાબા વાળાએ કર્યુ. કાર્યક્રમને સફળતા માટે સ્ટાફને શાળાના આચાર્ય ડો.પ્રવિણણાબેન તથા ડો.વિજયભાઇ સોજીત્રા, વિજયભાઇ મુંગરા તથા સંસ્થાના પ્રમુખ રાઘવજીભાઇ પટેલે શુભેચ્છાઓ પાઠવી. પ્રજાસતાકપર્વની ઉજવણીની તસ્વીર.

(12:05 pm IST)