અમરેલી : અંગ્રેજી બોર્ડ ઓફ સ્ટડીઝની સામાન્ય સભા સંપન્ન
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૭ : સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે સેનેટ હોલ ખાતે અંગ્રેજી વિષયની બોર્ડ ઓફ સ્ટડીઝની સાધારણ સભા સિનીયર પ્રાધ્યાપક દિલીપભાઇ ભટ્ટના અધ્યક્ષસ્થાને મળી હતી. અમરેલીના પ્રાધ્યાપક સહિતના અંગ્રેજી વિષયના વિનિયન વાણિજય અને વિજ્ઞાનશાખાના પ્રાધ્યાપકશ્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કરીને સર્વાનુમતે ઠરાવો મંજુર કરાયા હતા.
પ્રા.ઇરોસ વાજાના માર્ગદર્શન તળે યોજાયેલ આ બેઠકમાં અમરેલીથી સૌ.યુનિવર્સીટી રાજકોટના અંગ્રેજી વિષયમાં બોર્ડ ઓફ સ્ટડીઝમાં પ્રતિનિધિત્વ કરતા પ્રા. હરેશ બાવીશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગોંડલના સિનીયર પ્રા. પંડયા સાહેબ, પ્રા. દવે સાહેબ, પ્રા. ભેંસાણીયા, પ્રા. ઠાકર તથા સૌ. યુનિ. સંલગ્ન કોલેજોના વિનિયન વાણિજય તથા વિજ્ઞાનશાખામાં અંગ્રેજીનો અભ્યાસ કરાવતા નિષ્ણાંત પ્રાધ્યાપકશ્રીઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કરીને આગામી સેમેસ્ટર સફળતાપુર્વક પુર્ણ કરી શકાય તે માટે ચિંતન કરીને સભાના ઠરાવોને બહાલી આપીને પુર્ણ કર્યા હતા.