સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

પોરબંદરની ડો.ગોઢાણિયા મહિલા કોલેજમાં પ્રજાસતાક પર્વ

પોરબંદર : ડો.વી.આર.ગોઢાણીયા મહિલા કોલેજના એન.એસ.એસ.યુનિટ દ્વારા ગોઢાણીયા સંકુલમાં પ્રજાસતાક પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરાઇ હતી. ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો.વિરમભાઇ ગોઢાણીયાએ ધ્વજવંદન કરેલ હતુ. તેઓની સાથે એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા જોડાયા હતા. ડો.વી.આર.ગોઢાણિયા મહિલા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અવસરે ડો.મુળજીભાઇ વાઘેલા તથા સ્કુલના સૌ. યુનિટના કમાન્ડર શાંતિબેન ભૂતિયાના માર્ગદર્શન તળે એનસીસી અને નેવલ બેઇઝ દ્વારા પરેડની સલામી ઝીલી હતી. આ પર્વની ઉજવણીમાં ડો.ઇશ્વરભાઇ ભરડા, ડો.કેતનભાઇ શાહ, ડો.સંજય અગલ, ડો.હિનાબેન ઓડેદર, શ્વેતા રાવલ, ભાવનાબેન અટારા, અનીતાબેન પંડયા, ભુમિકાબેન તન્ના, કિરણબેન ખુંટી, ડો.ભાવનાબેન કેશવાલા તથા પ્રો.વર્ષાબેન જોશી સહિત ફેકલ્ટીના પ્રોફેસરો શિક્ષકગણ તથા વહીવટી સ્ટાફ અને એનસીસીના છાત્રો જોડાયા હતા. પ્રજાસતાક દિનની ઉજવણીની તસ્વીર.

(12:01 pm IST)