સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી

નવા મતદારોને પુચ્છગુચ્છથી આવકારઃ સારી કામગીરી બદલ BLOને સન્માનિત કરાયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડીયા, તા.૨૭: સમગ્ર ભારતમાં ૨૫મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડિયા તાલુકામાં પણ વડિયા મામલતદાર પ્રશાંત ભીંડીના અધ્યક્ષ સ્થાને મામલતદાર ઓફિસના કોન્ફરન્સ હોલમાં ર્ર્ીી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવા જોડાયેલા યુવા મતદારોને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યા હતા. ઉપરાંત મતદાર યાદી સુધારણાના કાર્યક્રમમાં જે ગ્ન્બ્એ શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા ગ્ન્બ્ને પુચ્છગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા લોકોમાં મતદાન બાબતે જાગૃતિ આવે અને સૌથી મોટા લોકશાહી દેશમાં મતદાન કરી આપની ફરજ નિભાવવા અને દેશમાં સરકાર ચૂંટવા માટે આપને પણ તેમાં ભાગીદાર બનીને વધુ મતદાન થાય. અને મતદાર પોતાની ફરજ માનીને મતદાન કરે તે ખુબ જરૂરી છે. આ કાર્યક્રમમાં મામલતદાર પ્રશાંત ભીંડી, નાયબ મામલતદાર મહેશ પટોડીયા, રેવન્યુ તલાટી હિતેશ સોલંકી, વડિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મિતુલ ગણાત્રા, ભીખુભાઇ વોરા, ણુશ્રં સુપરવાઈઝર અને ણુશ્રં નુ કામ કરતા શિક્ષકો અને યુવા મતદારોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

(10:13 am IST)