સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th December 2020

દેવભૂમિ જીલ્લામાં ૨૨૫ ગામોની ૬૦૦૦ ગ્રામ્ય મહિલાઓ માટે શિક્ષણ દ્વારા સશકિતકરણ

ખંભાળીયા,તા.૨૬:  મહિલા સામખ્ય એ ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ હેઠળ યધ્લતો મદિલા સશકિતકરણ નો કાર્યક્રમ છે. જે ગ્રામ્ય સ્તરે  અતિછેવાડાના બહેની અને કુમોરીઓ સાથે શિક્ષણ, સંગઠન અને સમાતતાનું કાર્ય કરે છે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓકટોબર, ર૦૧૬ થી  કલ્યાણપુર, ભાણવડ, જામ-ખભાળિયા તથા દ્વારકા તાલુકામાં કાર્યક્રમ શરૂ કરાયો છે જે કાલ ચાર તાલુકાના ર૨પ ગામીની ૬૦૦૦ થી વધુ  ગ્રામ્ય બહેનો સાથે શિક્ષણ દ્વારા સશકિતકરણની કામગીરી કરી રહેલ છે, જેમાં શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, આર્થિક વિકાસ, પંચાયત  કાયદો અને લિંગભેદ જેવા મુદાઓ ને આતરીલેવામાં આતેલ છે,   

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૪ તાલુકાના ૧૦૨ બહેનો આ હિંસા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે જીલ્લા સ્તરે પ્રોગ્રામ  કરેલ  તેમા હાજર રહેલ, આ કાર્યક્રમમાં મહિલા અને હિંસાના મુદ્દે પ્રકાશ પાઠવામાં આવેલ, હિંસા એટેલે શું? હિંસાના પ્રકારો વિષે  માર્ગદર્શન આપવામાં ખાવેલ. જેમાં મહિલા લક્ષી કાયદાઓ અંગે ઘરેલું હિંસા ભરણપોષણનો કાયદો, દહેજોનો કાયદો તેમજ મહિલાઓના  હક તેમજ અધિકાર અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. આજના આ કાર્યક્રમમાં જીવનનું મુલ્ય શિક્ષણ થી અંકાય છે તે અંગે જીવનમાં  શિક્ષણના મહત્વ માટે પ્રતિજ્ઞા લેવામાં આવેલ... જેમાં દરેક બહેનોએ પ્રતિજ્ઞા લીધીલ કે અમે અમારી દીકરીઓને ભણાવીશું તેમજ તેઓને  અધવચેયી ઉઠાવીશું  નહિ તેમજ દીકરા અને દીકરીને સમાન ગણીશું. આજના કાર્યકમમાં આરોગ્ય વિભાગ માંથી શારદાબેન કછેટીયાએ મહિલાના આરોગ્ય વિષે હાલના કોરોનાની મહામારીમાં સચેત રેહવા તેમજ કુપોષણ જેવી અન્ય બીમારીખો થીં દુર રહવા અગે  માર્ગદર્શન આપેલ. આ કાર્યક્રમાં જીલ્લા સંકલન અધિકારી  માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ જીલ્લા રિસોર્સ પર્સન દ્વારા  કાર્યક્રમનું  સંચાણન કરવામાં આવેલ. તેમજ કલસ્ટર રિસોર્સ પર્સન દ્વારા પ્રતિજ્ઞા લેવડાવી તેમજ સુત્રોચાર કરી વાતાવરણને ખુશનુમા  બનાવવામાં આવેલ.

(11:34 am IST)