પાટડીમાં કૃષિ કાયદાનો વિરોધઃ ધારાસભ્ય નૌસાદભાઇ સહિત કોંગ્રેસીઓની ધરપકડ
દસાડા તાલુકા કોંગ્રેસ સમિતિ અને દસાડા તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની આગેવાનીમા વિરોધ કરવામાં આવ્યો હતો યુવાનો દ્વારા ચોતરફથી કાર્યક્રમ બાજુ જવાના તમામ માર્ગો તરફથી વિરોધ નું આયોજન જોઇને પોલીસ અને કાર્યક્રમના આયોજકો બેબાકળા બની જવા પામ્યા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જયારે કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ જાણે કાર્યકર માફક વર્તી રહી હતી અને માઇક ઉપર થી જ આયોજક પોલીસને આદેશો આપી રહ્યા હતા અને પોલીસ પણ તે મુજબ જ વર્તી રહી હતી. તેમજ માઈક ઉપરથી ખુલ્લેઆમ પોલીસને કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ને પકડી લો નહીં તો અમને સોંપી દો અને તેમનું પૂરું કરી નાખીશું આવું વિડિઓ પણ સાંભળી શકાય છે. તેમ છતાં તેઓને આવું બોલતા રોકવાને બદલે કાર્યકરોને રોકવામાં આવી રહ્યા હતા અને બળજબરીપૂર્વક ધારાસભ્યશ્રી અને કાર્યકરો અને ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીનૌશાદભાઈ,તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલાભાઇ પટેલ તેમજ તાલુકા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા જયવીરસિંહ ઝાલા તેમજ યુવા અગ્રણી વિક્રમભાઈ રબારી તાલુકા પંચાયત સદસ્ય ફારૂકખાન મલિક તેમજ દસાડા મત વિસ્તારના યુવક કોંગ્રેસના પ્રમુખ વિનોદસિંહ ચાવડા,ખેડૂત આગેવાન હસમુખભાઈ પટેલ, ઠાકોર સમાજના અગ્રણી નાગજીભાઈ ઠાકોર, સિકંદરભાઈ કુરેશી વગેરેની ઉપરાંત સંખ્યાબંધ કાર્યકર્તાઓની બેરહમીપૂર્વક ધરપકડ કરવામાં આવી હતી.