ગોંડલ-કોટડાસાંગાણી - સરધાર રોડનું ખાર્તમુહૂર્ત
રાજકોટ : કોટડસાંગાણી તાલુકાના ખરેડા ગામે ખાતે રૂ.૪૦ કરોડના ખર્ચે ગોંડલ - સરધકાર -વાયા કોટડાસાંગાણી રોડનું ખાતમુહૂર્ત કરતા ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તાલુકાના ભાજપ પ્રમુખ અરવિંદભાઇ સિંધવ, મહામંત્રી શૈલેષભાઇ વાઘાસિયા પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઇ ઠુંમર, યુવા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી મોરારીદાસ દાણીધારીયા, ઘનશ્યામભાઇ મકવાણા, જયદીપભાઇ ડવ, અર્જુનભાઇ ડવ, કાનજીભાઇ સાવલિયા, ખરેડા ગામના સરપંચ દિનેશભાઇ ચાવડા ભરતભાઇ દાફડા, તેમજ ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ વગેરે આ રોડ થવાથી ૧૦ થી ૧પ ગામને ફાયદો થશે અને આ રોડ થવાથી લોકોખને ખુબ ઉપયોગી થશે. આ રોડ થવાથી સરધાર જવા સહેલું પડશે. આ તકે ગ્રામજનો અને તાલુકાના આગેવાનોએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને આ વિસ્તારના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાનો આભાર માન્યો.