સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th December 2017

વિસાવદરમાં વ્યસનમૂકિત-ડાયાબીટીસ જાગૃતિ કેમ્પઃ વિસાવદર

 હુસૈન વાધ (એડવોકેટ) સંચાલિત વ્યસન મુકિત તથા ઇલ્યાસભાઇ ભારમલ સંચાલીત ડાયાબીટીસ બાબતે જન જાગૃતી અભિયાન કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઇ હતી આ કાર્યક્રમ લાયન્સ કલબ-વિસાવદર તેમજ વિસાવદર પોલીસ (સુરક્ષા સેતુ) દ્વારા વિસાવદર દાઉદી વ્હોરા સમાજની મસ્જીદે રાખવામાં આવેલ જેમાં વિસાવદર દાઉદી વ્હોરા સમાજના જનાબ આમીલ સાહેબનો સહયોગ મળે હતો. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના ભાષકરભાઇ જોષી (એડવોકેટ) ભરતભાઇ વ્યાસ(એડવોકેટ) ડો. બિહારી પાલીકા સદસ્ય રસીકભાઇ પરમાર તેમજ આચાર્ય વિજયભાઇ ભટ્ટ ઉપસ્થિત રહેલ હતા સંચાલન અદનાન હથીયારી, અબ્દુલ્લા ચૌહાણ, વિજયભાઇ ભટ્ટ તેમજ હુસૈન વાઘ (એડવોકેટ)એ કર્યું હતું (તસ્વીરઃ અહેવાલ, યાસીન બ્લોચ વિસાવદર)

(11:38 am IST)