સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

ખંભાળીયાના નાના અસોટામા આહિર યુવકની હત્યા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હત્યાનો બનાવ બન્યો છે. ખંભાળિયા તાલુકાના નાનાઆસોટા ગામમા આહિર યુવકની હત્યા થઇ છે. એક યુવાનને માથાકુટ થતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગર રીફર કર્યો હતો.જામનગર સારવાર દરમિયાન યુવાનુ મોત નિપજયું છે.સમગ્ર માથાકુટ મામલો હત્યામાં પલટાયો છે ખંભાળીયા પોલીસ સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

(3:25 pm IST)