સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

સરધારમાં સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ભવ્ય આયોજનઃ શ્રીમદ્દ સત્સંગી જીવન કથા પારાયણનું પૂ. સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજી રસપાન કરાવશે : ૧૦થી ૧૮ ડીસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય આયોજનઃ ધાર્મિક-સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમો યોજાશેઃ સંતો આશિર્વચન પાઠવશેઃ હરીભકતો ઉમટ્શે

રાજકોટ, તા. ૨૬ :. રાજકોટ જીલ્લાના સરધારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. તા. ૧૦ ડીસેમ્બરથી ૧૮ ડીસેમ્બર દરમિયાન પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ શ્રી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તકે શ્રીમદ્દ સત્સંગી જીવન કથા પારાયણનું સરધારના પ્રણેતા સ્વામીશ્રી નિત્યસ્વરૂપદાસજીના વ્યાસાસને કરવામાં આવ્યુ છે. જેનો સમય સવારે ૮.૩૦થી બપોરે ૧૧ અને બપોરે ૩ થી સાંજના ૫.૩૦ સુધી રાખેલ છે. આ તકે ૧૦૦૮ સહસ્ત્ર કુંડી શ્રીહરિ યજ્ઞ દર્શન, સંત દર્શન તથા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાયુ છે.

તા. ૧૦ના સવારે ૯.૧૫ વાગ્યે અખંડ ધૂનનો પ્રારંભ થશે. સવારે ૯.૩૦ વાગ્યે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામી (રાજકોટ ગુરૂકુળ), પૂ. નવતમપ્રકાશદાસજી સ્વામી (વડતાલ), પૂ. નિલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર), પૂ. હરિવલ્લભદાસજી સ્વામી (અમરોલી), પૂ. લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી (બગસરા), પૂ. ધર્મપ્રિયદાસજી સ્વામી (ધંધુકા), પૂ. માધવપ્રિયદાસજી સ્વામી (છારોડી), પૂ. દેવનંદનદાસજી સ્વામી (જૂનાગઢ), પૂ. હરિજીવનદાસજી સ્વામી (ગઢડા), પૂ. ઈશ્વરચરણદાસજી સ્વામી (કુંડળ), પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી (વડતાલ), પૂ. વિરકતસ્વરૂપદાસજી સ્વામી (સરધાર) ઉપસ્થિત રહેશે.

તા. ૧૩ના રોજ મંદિરનું ઉદ્ઘાટન રાત્રીના ૯ વાગ્યે કરવામાં આવશે. જેમાં પ.પૂ.ધ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. સંતદાસજી સ્વામી (આટકોટ), પૂ. પ્રભુચરણદાસજી સ્વામી (સુરત), પૂ. રામકૃષ્ણદાસજી સ્વામી (ધ્રાંગધ્રા), પૂ. પુરૂષોતમપ્રકાશદાસજી સ્વામી (સુરત), પૂ. શુકદેવપ્રસાદદાસજી સ્વામી (નાર), પૂ. હરીપ્રિયદાસજી સ્વામી (સુરત), પૂ. કે.પી. સ્વામી (ભાવનગર), પૂ. બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી (સરધાર) ઉપસ્થિત રહેશે.

દરરોજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી રવિન્દ્રભાઈ જોશી (જૂનાગઢ) તથા ભૂદેવો રહેશે.

આ ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં હરિભકતોએ પોતાનું યોગદાન આપ્યુ છે. સંત પૂજન, વસ્ત્રાભૂષણ, અખંડ ધૂન, ઠાકોરજીના ૯ દિવસના આભૂષણ, ધર્મકુળના પૂજન, ધર્મકુળ પૂ. ગાદિવાળા પૂજન, પ્રતિષ્ઠા દિવસ, યજ્ઞ, કથા, મહાપૂજા, કથા મંડપ, યજ્ઞ કમળ કૂંડ, શ્રી સ્વામીનારાયણ ભગવાન ધાન્યવાસ, શ્રી ઘનશ્યામ મહારાજ ધાન્યવાસ, પોથીયાત્રા, વ્યાખ્યાન માળા, સાંસ્કૃતિક કાર્યક્રમ, અન્નકુટ, ભૂદેવોની દક્ષિણા, મંત્ર લેખન, નગરયાત્રા, સર્વરોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, સ્ટેજ ડેકોરેશન, ફુલહાર, બ્રહ્મભોજન, સ્વયંસેવક ડ્રેસ, ઠાકોરજીના ચાંદીના મુગટ, વાઘા, પડદા, રકતદાન કેમ્પ, સંતોની રસોઈ, સવારના નાસ્તા સહિતના આયોજન માટે યજમાનોનો સહયોગ પ્રાપ્ત થયો છે.

ભાવિકોને ધર્મોત્સવનો લાભ લેવા પૂ. વિરકતસ્વરૂપદાસજી, પૂ. બ્રહ્મસ્વરૂપદાસજી, પૂ. આનંદસ્વરૂપદાસજી, પૂ. પૂર્ણસ્વરૂપદાસજી, સાધુ બાલમુકુંદદાસજી, સમસ્ત શિષ્યગણ, સંત-પાર્ષદ મંડળ-સરધાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.(૨.૧૬)

મહોત્સવના ઉદ્ઘાટનમાં છારોડીના પૂ. માધવપ્રિયદાસજી                   સ્વામી સહિતના સંતો આશિર્વચન પાઠવશે

રાજકોટ, તા. ૨૬ :. સરધાર ખાતે આયોજીત સ્વામીનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો આશિર્વચન પાઠવશે.

તા. ૧૦ના સવારે ૯.૧૫ વાગ્યે અખંડ ધૂનનો પ્રારંભ થશે. સવારે ૯.૩૦ વાગ્યે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામી (રાજકોટ ગુરૂકુળ), પૂ. નવતમપ્રકાશદાસજી સ્વામી (વડતાલ), પૂ. નિલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર), પૂ. હરિવલ્લભદાસજી સ્વામી (અમરોલી), પૂ. લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી (બગસરા), પૂ. ધર્મપ્રિયદાસજી સ્વામી (ધંધુકા), પૂ. માધવપ્રિયદાસજી સ્વામી (છારોડી), પૂ. દેવનંદનદાસજી સ્વામી (જૂનાગઢ), પૂ. હરિજીવનદાસજી સ્વામી (ગઢડા), પૂ. ઈશ્વરચરણદાસજી સ્વામી (કુંડળ), પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી (વડતાલ), પૂ. વિરકતસ્વરૂપદાસજી સ્વામી (સરધાર) ઉપસ્થિત રહેશે.(૨-૨૧)

૧૫મીએ અભિજીત ઘોસાલની ભજન સંધ્યાઃ ૧૬મીએ સત્સંગ હાસ્ય ડાયરો

રાજકોટ, તા. ૨૬ :. સરધાર ખાતે આયોજીત ધર્મોત્સવમાં તા. ૧૦ને શુક્રવારે સવારે ૮.૩૦ વાગ્યે પોથીયાત્રા સાથે ધર્મોત્સવનો પ્રારંભ થશે. ત્યાર બાદ અખંડ ધૂન, મહોત્સવ ઉદઘાટન, દીપ પ્રાગટય, સ્વાગત નૃત્ય, મંગળ આશિર્વાદ કાર્યક્રમ યોજાશે. તા. ૧૧ ડીસેમ્બરને શનિવારે સવારે ૮ વાગ્યે યજ્ઞનો પ્રારંભ થશે. ત્યાર બાદ સાંજે ૫.૩૦ વાગ્યે શ્રી ઘનશ્યામ પ્રાગટયોત્સવ, રાત્રે ૯ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા. ૧૨ને રવિવારે સાંજે ૫ વાગ્યે શોભાયાત્રા, રાત્રે જાદુગર અમિત સોલંકીનો મેજીક શો યોજાશે. તા. ૧૩ને સોમવારે બપોરે ૧૨ વાગ્યે મૂર્તિ પ્રતિષ્ઠા, બપોરે ૧ વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ તથા રાત્રે ૯ વાગ્યે મંદિર ઉદઘાટન નૃત્ય કાર્યક્રમ યોજાશે. તા. ૧૪ને મંગળવારે દીક્ષા મહોત્સવ, પટ્ટાભિષેક મહોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

તા. ૧૫ને બુધવારે સવારે ૧૦ વાગ્યે મહામંત્ર પ્રાગટય તથા રાત્રે ૯ વાગ્યે ભજન સંધ્યા યોજાશે. જેમાં અભિજીત ઘોસાલ, નારાયણ ઠાકર, અનમોલ ખત્રી, હેમંત જોશી, ઋષિ પંડયા, રવિ વ્યાસ પોતાની કલા રજૂ કરશે. તા. ૧૬ને ગુરૂવારે સાંજે અન્નકુટોત્સવ તથા રાત્રે ૯ વાગ્યે સત્સંગ હાસ્ય ડાયરો યોજાશે. જેમાં સુખદેવ ધામેલીયા, ઘનશ્યામ લાખાણી, હરદેવ આહીર, લખુભાઈ આહીર સહિતના પોતાની કલા રજૂ કરશે. તા. ૧૭ને શુક્રવારે ફુલ દોલોત્સવ, રાસોત્સવ સવારે યોજાશે. જ્યારે રાત્રીના ૯ વાગ્યે કિર્તન સંધ્યામાં સંતો દ્વારા કિર્તન ભકિત તથા ઘર સભા તથા બીજમંત્ર ફિલ્મ દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમ યોજાશે. તા. ૧૮ને શનિવારે બપોરે ૧૨ વાગ્યે મહોત્સવ વિરામ લેશે.

(3:24 pm IST)