સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

ખાનગી કંપનીમાં કોલસાનો કોન્ટ્રાકટ ધરાર આપવા ખંભાળિયામાં માજીમંત્રીના પુત્ર સહિતની ટોળકીએ કર્મચારીને માર મારી ધમકી

પોલીસે દિલીપ ગોરીયા, સતુભા, મહેન્દ્રસિંહ જેઠવા સહિતના અજાણ્યા પાંચ મળી કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધ્યો

ખંભાળિયા તા.ર૬ : ખંભાળિયાના માજી મંત્રીના પુત્ર સહિતના આઠ શખ્સોએ ખાનગી કંપનીના કર્મચારીને રસ્તામાં આંતરી ગાળો ભાંડી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખાનગી કંપનીના કર્મચારીએ ખંભાળિયા પોલીસમાં માજી મંત્રીના પુત્રસહિત આઠ શખ્સો સામે  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

ફરિયાદી અધિપ શ્રીકાંત પાઇ (ઉ.વ.૪૬) રહે મુળ રહેણાકમ કર્ણાટક હાલ ખંભાળિયા કલ્યાણ હોટેલ, પોતે સેસા કોક ગુજરાત (વેદાન્તા) કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પુર્વે પોતાની કાર લઇને અન્ય કર્મચારીઅો સાથે ઍનઆરઇ ગોલાઇ પાસેથી કંપનીમાં કામે જઇ રહયા હતા. ત્યારે દિલીપ ગોરીયા તેની સાથેના સતુભા, મહેન્દ્રસિંહ જેઠવા તેમજ અજાણ્યા પાંચેક શખ્સોઍ મારી કાર આડે કાર રાખી કારને રસ્તામાં રોકી હતી. તેમજ જયાં સુધી કોલસા પરિવહનનો કોન્ટ્રાકટ નહી આપ ત્યાં સુધી કંપનીમાં કામ કરવા નહી જવા દઉ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે કંપનીના અધિકારીની ફરિયાદી પરથી માજી મંત્રીના પુત્ર દિલીપ ગોરીયા સહિતનીટોળકી સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૩ર૩, ૩૪૧, ૩૪ર, પ૦૪, પ૦૬ (ર) મુજબ ગુનો નોîધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(12:56 pm IST)