સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

આટકોટ પાસે ફિલ્મીઢબે પીછો કરી રૂરલ ક્રાઇમ બ્રાંચે લાખોનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો

દારૂના જંગી જથ્થાની ગણત્રી ચાલુઃ ટ્રક ડ્રાઇવરની અટકાયતઃ ચાલક ટ્રક લઇ ભાગવા જતા આગળ જતા ટ્રક પાછળ ઘુસી ગયો'તો

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો ભરેલો ટ્રક નજરે પડે છે. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૬: જસદણ-આટકોટ બાય-પાસ રોડ ઉપર રાજકોટ રૂરલ એલ.સી.બી.એ ફિલ્મી ઢબે પીછો કરી લાખો રૂપિયાનો હજારો બોટલ-ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડયો છે.

આજે સવારે રાજકોટ રૂરલ એલ.સી.બી. બ્રાંચને મળેલ ચોકકસ બાતમીનાં આધારે સવારથી જ ખાનગી કારમાં અને ખાનગી ડ્રેસમાં જસદણ-આટકોટ બાયપાસ રોડ .પર વોચમાં હતાં એ દરમિયાન દારૂ ભરેલો ટ્રક પસાર થતાં એલ.સી.બી. સ્ટાફે દોડીને પીછો કરતાં ટ્રક ઉભો ન રાખતાં ભાગવા લાગ્યા હતાં આ દરમિયાન આગળ જતાં ટ્રકે બ્રેક મારતા દારૂ ભરેલો ટ્રક આગળનાં ટ્રકની પાછળ ઘુસી ગયો હતો આ દરમિયાન એલ.સી.બી. સ્ટાફનાં જવાનોએ ટ્રકની બંને તરફથી ચાલક અને સાથેના વ્યકિતની ધરપકડ કરી ટ્રકની તલાસી લેતા અંદરથી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

જી.જે.-૦૮ વાય ૯૬પ૭ નંબરનો ૧૪ વ્હીલ વાળો ટ્રક અને ચાલક અને સાથેના એક શખ્શને લઇ ટ્રક જસદણ-પોલિસ સ્ટેશને લઇ જવામાં આવ્યો છે ટ્રકમાં લાખોની કિંમતનો હજારો બોટલ દારૂ ભર્યો છે હાલ ગણતરી ચાલુ છે.

આ દરોડામાં એલ.સી.બી. પી.આઇ. અજયસિંહ ગોહિલ, પી.એસ.આઇ. એસ. જે. રાણા સહિતનાં જોડાયા હતા.

(12:46 pm IST)