કમળાપુરમાં કેબલની ચોરી કરનાર તસ્કરબંધુને ભાડલા પોલીસે ઝડપી લીધા
તસ્વીરમાં પકડાયેલ તસ્કરબંધુ (નીચે બેઠેલા સાથે ભાડલા પોલીસનો સ્ટાફ નજરે પડે છે. (૪.૮)
રાજકોટ, તા., ૨૬: જસદણના કમળાપુરમાં કેબલની ચોરી કરનાર જેતપુર પંથકના તસ્કર બંધુને ભાડલા પોલીસે ઝડપી લીધા હતા.
જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ભાડલા પો.સ્ટે.ના અનડીટેકટ રહેલ ગુનાઓ શોધી કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે અનુસંધાને ભાડલા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એચ.ડી.હીંગરોજા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ભાડલા પો.સ્ટે.ના કેબલ ચોરીના આરોપીઓ ચોટીલા તાલુકાના ધારૈઇ ગામની હિંચોળા તરીકે ઓળખાતી સીમમાં હોય તેવી ચોક્કસ બાતમી મળતા આરોપી સુરેશ ઉર્ફે સુરો મનસુખભાઇ બચુભાઇ મંદુરીયા તથા પિન્ટુ ઉર્ફે ગોપાલ મનસુખભાઇ બચુભાઇ મંદુરીયા રહે. મુળ બન્ને જેતપુર દેરડી ધાર બહુચરાજી માતાજીના મઢ પાસે તા. જેતપુર જી. રાજકોટને રોકડા રૂ. ર૦,૦૦૦ તથા મોબાઇલ મળી કુલ રપ,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ કામગીરીમાં એચ.ડી.હીંગરોજા પો.સબ ઇન્સ., અશ્વીનભાઇ માલકીયા, પો.હેડ કોન્સ., મામૈયાભાઇ શામળા પો.હેડ કોન્સ., દીલીપભાઇ માલકીયા પો.હેડ કોન્સ., અરવિંદભાઇ ઝાપડીયા પો.કોન્સ., લાલજીભાઇ તલસાણીયા પો.કોન્સ., તથા મહાવીરભાઇ બોરીચા પો.કોન્સ. રોકાયા હતા.