સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓને લઘુતમ વેતન ધારા મુજબ માનદ વેતન આપો : ટિમ ગબ્બર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૬: ટિમ ગબ્બર ગુજરાતના કે. એચ. ગજેરા એડવોકેટ અને ભદ્રિકાબેન ગાંધી દ્વારા મુખ્યમંત્રીશ્રી,શ્રમ અને રોજગાર રાજયમંત્રી મુખ્યમંત્રીશ્રી,કલેકટર શ્રી.સમગ્ર ગુજરાત મામલતદાર શ્રી તમામ જિલ્લા સહિતના લાગુ પડતા તમામ વિભાગોને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, રાજયની પ્રા.શાળા માં અભ્યાસ કરતા બાળકોને કુપોષણ જેવી અતિ ગંભીર સમસ્યાને પહોંચી વળવા મધ્યાહ્રનન ભોજનયોજના થકી ધોરણ ૧થી ૮ મા અભ્યાસ કરતા બાળકોને આ યોજનામાં ફરજ બજાવતાસંચાલક,રસોયા અને મદદનીશ મારફતે ગરમાગરમ રાંધેલોખોરાક પીરસી કુપોષણ દર (રેશિયો) ઘટાડવામા મહત્વની ભૂમિકા રહેલી છે.સરકારની આ યોજના થકી રાજય અને દેશના ભાવિ ભવિષ્ય સમાન બાળકોના સ્વાસ્થ્ય જેવા સારા હેતુથી ચલાવવામાં આવે છે.આવા સારા હેતુથી ચલાવવામાં આવતી આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે છેલ્લા ૩૭ વર્ષથી વેતન બાબતે શા માટે અન્યાય તે પ્રશ્ન છે.આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારી છે.તેમાં ૮૦ ્રુ મહિલા કર્મચારી છે જેમાં મુખ્યત્વે વિધવા,ત્યકતા અને શિક્ષિતબેરોજગાર બહેનો કર્મચારીઓ છે.તેમાં (૧)સંચાલકને ૧૬૦૦ રૂ (૨) રસોયાને ૧૪૦૦ રૂ ને (૩) મદદનીશને ૩૦૦ /૫૦૦ રૂ માસિક વેતનચુકવવામા આવે છે.સરકારના બાળકોમાં કુપોષણ દૂર કરવાના ઉમદા હેતુથી ચાલતી આ યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓ આવા નજીવા વેતનમાં ગુજરાન કેમ ચલાવવું તે વિચાર માંગી લે છે. તેઓને સરકારશ્રીના લદ્યુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન કેમ નથી ચૂકવાતું તે પ્રશ્ન છે. રાજયના અન્ય માનદ વેતન ધારકો જેવા આંગણવાડીવર્કર,આશાવર્કર અને હોમગાર્ડના જવાનોને માનદ વેતન ધારકો અને પ્રોત્સાહિત યોજના હોવા છતાં લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન ચૂકવાય છે.તો આ મુદ્દે મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓ સાથે શા માટે અન્યાય થાય છે.સરકારશ્રીના લઘુતમ વેતન ધારા અનુસાર વેતન ચૂકવવાનો સરકારશ્રીના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જ નક્કી કરેલ હોવા આ મુદ્દે મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓ સાથે જ શા માટે અને શુ મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓ ગુજરાતના નાગરિક નથી..? શુ મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓ ગુજરાતના મતદાર નથી..? શુ ફકત મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓ માટે જ વેતન ચૂકવવા અંગે કાયદા અલગ રાખવામાં આવેલ છે..? શુ મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓને સરકારશ્રીના ટેક્ષમાંથી મુકિત આપવામાં આવે છે...? શુ મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓને લદ્યુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન નથી ચૂકવાતું એ શ્રમ અને રોજગાર મંત્રાલયને જાણ નથી જો હા તો...? ન્યાય કેમ નહિ..? લઘુતમ વેતન ધારાનો અર્થ શું..? ૭ કલાક ફરજ બજાવતા અન્ય કર્મચારીઓને ૫૦ હજાર કરતા પણ વધારે વેતન ચૂકવાય છે તો ૭ કલાક કરતા વધારે કામ કરતા મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓ સાથે જ કામના કલાકોના મુદ્દે શા માટે અન્યાય...?ગુજરાત સરકારની ગુજરાતના નાગરિકોને રોજગારી પુરી પાડવા ફરજ નથી..?અને ગુજરાતના નાગરિકોને લદ્યુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન ચૂકવાય છે કે નહીં એ જવાબદારી શ્રમ અને રોજગાર મંત્રાલયની નથી..? અને છે તો છેલ્લા ૩૭ વર્ષથી નજીવા વેતનમાં કામ કરતા રાજયના હજારો મધ્યાહ્રનન ભોજન કર્મચારીઓ સાથે આ મુદ્દે શા માટે અન્યાય અને તેમાં પણ છેલ્લા ૪(ચાર) વર્ષથી એટલે કે ૨૦૧૬ પછી એક રૂ.નો વેતન વધારો રાજય સરકાર દ્વારા નથી આપવામાં આવ્યો.ઉપર મુજબના તમામ મુદા ધ્યાને લઇ રાજયના હજારો મધ્યાહન ભોજન કર્મચારીઓ ગુજરાતના નાગરિક હોય ગુજરાતના મતદાર હોય અને અન્ય માનદ વેતન ધારકોને ચૂકવાય છે તે રીતે શ્રમ અને રોજગાર અને સરકારશ્રીએ નક્કી કરેલ લઘુતમ વેતન ધારા અનુસાર માનદ વેતન ચુકવવામાં આવે તેવી ટીમ ગબ્બર ની રજુઆત કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીની યાદીમાં જણાવાયું છે.

(12:42 pm IST)