જેતપુરમાં મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપીઃ ૪ મહિલા સહિત ૯ સામે ગુન્હો
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૨૬ :. જેતપુરમાં વણકરવાસમાં રહેતી મહિલાને ૪ મહિલા સહિત ૯ શખ્સોેએ જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઈ છે.
મળતી વિગતો મુજબ જેતપુર વણકરવાસમાં રહેતા ચિરાગ હરસુખભાઈ સારીયાએ રેખાબેન ઉર્ફે ઢફુ લલિતભાઈ વેગડા, નાથીબેન લલિતભાઈ વેગડા, કાજલબેન વિઠ્ઠલભાઈ ચાવડા, રવિ કેશાભાઈ દેગડા, શેહઝાદ રફીકભાઈ છુટાણી, અનિકેત બાવીસા, શાહરૂખ પીંજારા, આશીયાનાબેન તથા જયદીપ મેણીયા સામે જેતપુર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા જણાવ્યા મુજબ ઉકત આરોપીઓએ વારાફરતી પોતાના વાહનોમાં ફરીયાદીના ઘરના દરવાજે આવી ફરીયાદીની માતાને જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ રવિ, શાહરૂખ અને જયદીપે છરી, ધોકા અને પાઈપ જેવા હથીયારો ધારણ કરી ઘરે ઉકત આરોપીઓ સાથે આવી મદદગારી કરી હતી.
આ ફરીયાદ અન્વયે જેતપુર પોલીસે એટ્રોસીટી સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ ડીવાયએસપી સાગર બાગમાર ચલાવી રહ્યા છે.