સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

જામનગર સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગમાં વિવિધ વિકાસ કાર્યો મંજુર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૬ : સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગ મનિષ પી. કટારીયાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૦ સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, કમિશનર ખરાડી ડે. કમિશ્નરશ્રી વસ્તાણી આસી. કમિશ્નરશ્રી (વ.) ડાંગર હાજ રહેલા હતા.

સુભાષ બ્રીજથી સાત રસ્તા સર્કલ સુધીના ઓવરબ્રીજના કામે નડતરરૂપ પાણીની પાઇપ લાઇન શીફટીંગ કરી નવી એમ.એસ.એસ.પાઇપ લાઇન નાંખવા તથા હૈયાત પાઇપ લાઇન ડીસ્મેન્ટલ કરી જે.એમ.સી.ના સ્ટોર્સમાં જમા કરાવવાની કામગીરી અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા જણાવાયું છે.

સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાંટ અંતર્ગત સોલેરીયમ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ વોટર વર્કસ પાઇપલાઇન નેટવર્કના કામ અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત સમર્પણ ઇ.એસ.આર. થી વોટર ટેન્કરથી પીવાનું પાણી વિતરણ કરવાના કામ અંગે સ્ટે. ક.ઠ.નં. ૧૪૮૮ તા. ૦૭-૩-ર૦ર૦ અન્વયે વધારાનું ખર્ચ મંજુર થવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત પીએસી-૧૦%ની ખરીદી અંગે. સ્ટે. ક.ઠ. નં. ૩૭ તા. ૦પ-૦૪-ર૦ર૧ અન્વયે વધારાનો ખર્ચ મંજુર થવા અંગે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત ધારાસભ્ય આર.સી. ફળદુ તથ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સંયુકત ગ્રાંટ અન્વયે જામનગરમાં આવેલ જી. જી. હોસ્પિટલ ખાતે ઓકસીજન પ્લાન્ટ, સપ્લાય, કમીશનીંગ, ટેસ્ટીંગ વિગેરે સહિત કરી આપવાના કામે કમિશ્નરશ્રીની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૪૭.૪૯ લાખ મંજુર સ્ટેજ-મંડપના કામ અંગે વાર્ષિક રેઇડ કોન્ટ્રાકટ મંજુર કરવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્તમાં વાર્ષિક ખર્ચ રૂ. રર લાખ મંજુર કરેલ છે.

મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-ર૦ર૧ અન્વયે વિશિષ્ટ કામગીરી બજાવેલ કર્મચારીઓને પ્રોત્સાહન રકમ આપવા અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે યોગ્ય નિર્ણય થવા બાબત. દરખાસ્તની વિગતે ૪૧ કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે પ્રત્યેકને રૂ. ૭૦૦૦ ચુકવવાનું મંજુર નિવૃતિ વય મર્યાદા અનુસાર લેબર શાખાના કર્મચારી ચંદ્રવદન મહેતાનું નિવૃતિ સન્માન કમિટી રૂબરૂ હાજર રહેલ પદાીધકારીઓ/ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે. કુલ અંદાજીત ખર્ચ મંજુર રૂ. ર૮૧.૪૧ લાખ આપેલ છે.

(12:40 pm IST)