સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

સોરઠમાં ગુલાબી ઠંડીનો ચમકારો : ૩.૮ ડીગ્રી ઠંડી વધી

(વિનુ જોશી) જુનાગઢ તા. ર૬ :.. સોરઠમાં આજે લઘુતમ તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીનો ચમકારો  ફરી વળ્યો હતો.
ગઇકાલે જુનાગઢ ખાતે લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાન ૩.૮ ડીગ્રી નીચે ઉંતરીને ૧૩.ર ડીગ્રીએ સ્થિર થતાં ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું.
સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહેતા ગુલાબી ઠંડી બેવડાઇ હતી. પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૬ કિ.મી.ની રહી હતી.

 

(11:35 am IST)