સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

માળીયા મિંયાણામાં ચીટીંગ કરતા પકડાયેલ ઠગ ટોળકી રીમાન્ડ પર

અમેરિકન ડોલર અને સોનાના બિસ્કીટ અડધા ભાવે આપવાનુ કહી

પકડાયેલ ઠગ ત્રિપુટી નજરે પડે છે.

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૬ : માળિયા પંથકમાં અમેરિકન ડોલર અડધી કીમતે આપવાની લાલચ આપી સોનાના બિસ્કીટ બતાવી ટોળકી છેતરપીંડી આચરતી હોય જે ગેંગના ત્રણ ઇસમોને પોલીસે ૨૦ લાખથી વધુના મુદામાલ સાથે દબોચી લઈ કોર્ટમાં રજુ કરતા કોર્ટે ત્રણેય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબી એલસીબી ટીમેં ચીટીંગ કરતી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા માળિયા તાલુકાના હરીપર ગોલાઈ પાસે બીપીનભાઈ અરજણભાઈ પરમાર રહે લક્ષ્મીનગર તા. મોરબી વાળાને અમેરિકન ડોલર અડધી કિમતમાં આપવાના બહાને બોલાવી અમેરિકન ડોલરનું બંડલ બતાવી તેઓ બંડલ ગણતા હોય ત્યારે અન્ય સાગરીતો પોલીસ બની આવી રેઇડ કરી હતી જેની પાસેથી રોકડ રૂ ૪.૫૦ લાખની રકમની છેતરપીંડી આચરી હતી. જેથી એલસીબી ટીમે આરોપી હાસમ કરીમ મોવર રહે વિસીપરા મોરબી, મુકેશ ઉર્ફે લાલો ખેંગાર રાણવા રહે હાલ મોરબી ૨ ઇન્દિરાનગર અને ઈમ્તિયાઝ યુનુસ અજમેરી રહે મોરબી ૨ કન્તીનગર વાળાને ૨૦ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા લીધા હતા જે બનાવ અંગે વધુ તપાસ માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમ ચલાવતી હોય જે આરોપીઓને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે જે રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અન્ય કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા હતા તે દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરશે.

(11:17 am IST)