સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

કચ્છ સરહદેથી બાંગ્લાદેશી તરૂણ ઝડપાયો : પાકિસ્તાન થઇ ઇરાન - ઇરાક કમાવવા માટે જવાનો હતો

બાંગ્લાદેશથી ત્રિપુરા, અમદાવાદ થઇ કચ્છ પહોંચ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૬ : કચ્છની લખપત સરહદે ૧૭ વર્ષીય બાંગ્લાદેશી તરુણ ઝડપાયો છે. બીબી કા કુવા પાસેથી બીએસએફ ના હાથે ઝડપાયેલ મોહમ્મદ ઝકરિયા ૧૭ વર્ષનો છે. તે બાંગ્લાદેશના પોતાના ગામ ભૂરિયાંગ, જિલ્લો કોમિલાથી ભારતમાં ત્રિપુરા થઈને ઘૂસ્યો હતો. ત્યાંથી તે અમદાવાદ થઈને કચ્છના ભુજ થઈ લખપત સરહદે પહોંચ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મોહમ્મદ ઝકરિયા ખુર્શીદ આલમે જણાવ્યું હતું કે, તે પાકિસ્તાન થઈને ઈરાક ઈરાન કમાવવા માટે જવા ઈચ્છતો હતો.
બીએસએફ એ આ કિશોરને પોલીસને સોંપ્યો હતો જયાંથી તેને ભુજ મઘ્યે જેઆઈસીમાં ખસેડાયો છે. આ બાંગ્લાદેશી તરૂણ પાસેથી કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી નથી.

 

(11:12 am IST)