સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

જામનગરમાં ગાંજા સાથે ચાર પકડાયા

જામનગર, તા.૨૬: ગુજરાત રાજયમાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા.ગાંધીનગરનાઓ દ્વારા સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ.

એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામાના માર્ગદર્શન તથા સુચના મુજબ પો.સ.ઈ. આર.વી.વીંછીના નેતૃત્વ વાળી ટીમના સ્ટાફના પોલીસ હેડ કોન્સ.અરજણભાઈ કોડીયાતર તથા મયુદીનભાઈ સૈયદને મળેલ હકિકત આધારે રેઈડ કરતા આરોપી (૧) સલીમ ઉર્ફે સલીયો વલીમામદ માકોડા (૨) રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા (૩) તુષાર ઉર્ફે ટકો હરીશભાઇ ગણાત્રા (૪) મહેન્દ્રસિંહ ઉર્ફે મેદીયો ઉમેદસિંહ જાડેજા રહેઃ બધાજામનગર વાળાઓને ઇક્કો ગાડી નંબર- GJ-10-DA-2016 સાથે ૧૦ કિલો ૩૦૦ ગ્રામ ગાંજો તથા અન્ય મુદામાલ મળી કુલ કી.ગ્ર.૪,૪૮,૨૦૦/- સાથે મળી આવતા મજકુર ઇસમો વિરૂધ્ધ સીટી 'બી' ડીવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. મજકુર સલીમ વલીમામદ માકોડા તથા રાહુલ ઉર્ફે કારો રાજુભાઇ દતેશરીયા અગાઉ પણ ગાંજાના કેસમા પકડાયેલ હોવાની હકીકત જાણવા મળેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા પો.સ.ઈ.શ્રી આર.વી.વીંછી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(10:58 am IST)