સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

ચોટીલામાં અશોકે ઝેર પી મોટાભાઇને ફોન કર્યોઃ રાજકોટ સારવાર હેઠળ

કારણ અકળઃ ભાનમાં આવ્યે પોલીસ નિવેદન નોંધશે

રાજકોટ તા. ૨૬: ચોટીલામાં શાસ્ત્રીનગરમાં રહેતાં અને ટ્રકમાં કલીનર તરીકે કામ કરતાં અશોક રમેશભાઇ કોરડીયા (ઉ.વ.૨૫) નામના યુવાને ગઇકાલે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

અશોક એક બહેન અને બે ભાઇમાં નાનો છે. તેણે દવા પીધા બાદ મોટા ભાઇને ફોન કરીને પોતે દવા પી ગયાની જાણ કરતાં તેને દવાખાને ખસેડાયો હતો. બેભાન હોઇ કારણ જાણવા મળ્યું નથી.

(10:58 am IST)