સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

ધોરાજીના મહંત દિગમ્બર લાલુગીરીજીની ભવનાથ શાંતેશ્વર મંદિર આશ્રમના ગાદીપતી તરીકે ચાદરવિધિ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૬ : ધોરાજી જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડાના શ્રીમહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજ ની શ્રીસંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા જુનાગઢ દામોદર કુંડ ભવનાથ સામે આવેલ જોગણીયા ડુંગરમાં શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર આશ્રમના મહંત બ્રહ્મલીન શ્રી જયગીરીજી મહારાજ બ્રહ્મલીન થતાં તેમના ઉતરાધી તરીકે જાહેર કરતા ભવનાથ શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા તેમજ વિવિધ અખાડાઓના માધ્યમથી શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા મહંતશ્રી બ્રહ્મલીન જયગિરિજી મહારાજના સોડસી ભંડારા મહોત્સવ તેમજ મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવસાગરજી મહારાજ નો ષોડશી ભંડારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા મહંતશ્રી જયગીરીજી મહારાજના સોડસી ભંડારા મહોત્સવ તેમજ મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ગુરુ શ્રી શિવ સાગરજી મહારાજની ચાદર વિધિ મહોત્સવયોજાયો હતો.

દિગંબર લાલુગીરીજી મહારાજની ચાદર વિધિ સમારોહમાં શ્રી સંભુ પંચ દશનામ આહવાના અખાડા ભવનાથ તેમજ ભારતભરના વિદ્વાન સંતોની હાજરીમાં યોજાયો હતો. આ પ્રસંગે જુનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ તેમજ જુનાગઢ ત્રિલોક આશ્રમના શ્રીમંહત શેરનાથબાપુ તેમજ મહામંડલેશ્વર પંચનાથ મહાદેવ ના શ્રી શ્રદ્ઘાનંદગરી મહારાજ તેમજ જુનાગઢ ભવનાથ સાધુ સમાજના અગ્રણી સંત શ્રી મહાદેવ ગીરીબાપુ તેમજવિવિધ અખાડાના મહામંડલેશ્વર શ્રીમંહતો શ્રી દિગંબર સાધુઓ સહિત રાજકોટ ગોંડલ અને જુનાગઢ મંડળના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાસ્ત્રી મુકેશઅદા જીગ્નેશઅદા વિગેરે પંડિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભંડારા મહોત્સવ સાથે સાથે ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડાના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજને વિવિધ સંતો દ્વારા ચાદર વિધિ મહોત્સવ યોજાયો હતો.

જુનાગઢ ભવનાથના સાધુ સમાજના અગ્રણી સંત મહાદેવ ગીરી મહારાજ એ જણાવેલ કે આજે જુનાગઢ ભવનાથ ખાતે આવેલ શાંતેશ્વર મહાદેવ મંદિર આશ્રમના મહંત જય ગીરીજી મહારાજ બ્રહ્મલીન થતાં તેમનો ષોડશી ભંડારો આજે રાખવામાં આવ્યો હતો તેમજ ધોરાજી ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડાના શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજને શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા શાંતેશ્વર મહાદેવ આશ્રમના ઉત્ત્।રાધિકારી તરીકે ગાદીપતિ શ્રી મહંત તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જેના અનુસંધાને તેમની ચાદર વિધિ મહોત્સવ રાખવામાં આવેલ આ પ્રસંગે સાધુ સમાજના તમામ અખાડાઓ વતી મહામંડલેશ્વર તેમજ અનેક મહંતો સંતો દેશભરમાંથી સિદ્ઘ સંતો પધાર્યા હતા અને તેઓની હાજરીમાં ચાદર વિધિ સમારોહ યોજાયો હતો. જુનાગઢ ભવનાથ શાંતેશ્વર મહાદેવ આશ્રમના ગાદીપતિ શ્રી મહંત તરીકે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજ ની નિમણૂક વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાદર વિધિ દ્વારા કરવામાં આવી હતી.

આ સમયે ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ ત્રિલોક આશ્રમ ભવનાથના શેરનાથબાપુ શ્રી મહાદેવ ગીરીબાપુ વિગેરે સાધુ-સંતોએ વિવિધ અખાડાના મહંતોએ ચાદર વિધિ સાથે અખાડા પરંપરા મુજબ આશીર્વાદ પાઠવ્યા હતા.

રાષ્ટ્ર વંદના મંચના પ્રમુખ પૂર્વ પોલીસ વડા ડી.જી.વણઝારા તેમજ રાજયના પૂર્વ મંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ

રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જૂનાગઢ જિલ્લા માહિતી અધિકારી અર્જુનભાઈ પરમાર જુનાગઢના ડેપ્યુટી એસપી ડામોર, ઉદ્યોગપતિ નયનભાઈ મકવાણા, જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વી.ડી.પટેલ જિલ્લા ભાજપ મંત્રી હરસુખભાઈ ટોપીયા, અનિલભાઈ ઉંજીયા, જેતપુરના પીએસઆઇ દેવશીભાઈ બોરીચા, જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય કાંતિભાઈ ગજેરા, ભરતભાઈ બગડા, વિઠ્ઠલભાઈ હિરપરા, કૌશિકભાઇ વાગડિયા, નયનભાઈ કુહાડીયા, મનોજભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધોરાજી ચૈતન્ય હનુમાનજી પરિવાર તેમજ શાંતેશ્વર મહાદેવ મંદિર સેવક પરિવાર તેમજ માખીયાળા નવદુર્ગા આશ્રમ મંદિર સેવક પરિવારના સેવકોએ ષોડશી ભંડારા તેમજ ચાદર વિધિ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

(10:12 am IST)