સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

શ્રી સોમનાથ મંદિરના પાયાથી શિખર સુધીના ઇતિહાસને આલેખતી પુસ્તિકાનું પ્રકાશન

મંદિરનાં ટ્રસ્ટી જે. ડી. પરમારે શ્રી સોમનાથ મહાદેવ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ પુસ્તકનુ સર્જન કર્યુ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૬ ઃ.. વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી જે. ડી. પરમારે શ્રી સોમનાથ મહાદેવ મંદિર કૈલાસ મહામેરૂ પ્રાસાદ નામની પુસ્તિકા લખી સોમનાથ મહાદેવની ચરણે ધરી.
આ પુસ્તિકામાં ભગવાન સોમનાથના નવ નિર્મીત મંદિર, પ્રાચીન ર્તીથભૂમિ, મંદિરના પાયાથી શિખર અને ગર્ભગૃહ, નૃત્ય મંડપ સહિતના થયેલા બાંધકામોને ખર્ચ-તારીખ - લંબાઇ પહોળાઇ  આમ દરેક આસ્થાળુઓને તથા ઇતિહાસરસિકોને જાણકારી માટે ઉંપયોગી બને અને પ્રભાસ ર્તીથ મહત્વ-સરિતા-સોમનાથ અંગેના પ્રાચીન સંદર્ભ પ્રમાણીત ધર્મગ્રંથોનું વિટંગાવલોકન અભ્યાસર્પૂણ અને રસાળ શૈલીમાં સાગર જેવડા ઇતિહાસને માત્ર ૪૮ પાનામાં જાણે સાગરમાં ગાગર સમાવ્યો હોય તેમ લખાયેલી છે.
ટ્રસ્ટી અને લેખક જે. ડી. પરમાર કહે છે કે આ પુસ્તિકામાં સોમનાથ મંદિર મહામેરૂ પ્રાસાદનું નવ નિર્માણ અને પ્રભાસ પાટણની પ્રાચીન પ્રભુતા મુખ્ય છે.
કેટલા ચરણમાં મંદિરનું બાંધકામ થયું પ્રથમ ચરણમાં માત્ર ગર્ભગૃહ અને શિખર જ બંધાર્યુ અને નૃત્યમંડપ પછી બન્યા જે ર૪ લાખ ૪ર હજારમાં થયું. નૃત્યમંડપ ૪ર, ૪૯,૦૦૦ આમ ચાર તબકકામાં મંદિર પૂર્ણ થયું કુલ ૬૭ લાખમાં મંદિર બંધાયુ પુરાણો પ્રમાણે પ્રભાસનું ક્ષેત્રફળ ૧૦૯ એકર ર૬ ગુંઠા સીમ ૮ર.૩૯ એટલે કે ર૬ ગુંઠા.
પ્રભાસમાં શ્રાધ્ધના પ્રકારો -સ્કંદપુરાણ - હિરણ-સરસ્વતી ત્રિવેણી સંગમ નદી કયાંથી પસાર થાય છે. પ્રભાસ - વેરાવળના વિવિધ પ્રાચીન નામોની જાણકારી મેં લેખન દ્વારા કરી છે. પુસ્તકના કેટલાક અંશો ઃ-
સોમનાથ જયોર્તિલિંગના આ શિવલિંગમાં શ્વેત રેખામાં ભગવાન શિવના મસ્તકની આકૃતિ સ્પષ્ટ દેખાય છે. અને શિવ પ્રાસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ ‘દિપાર્ણવ’ માં સ્પષ્ટ ઉંલ્લેખ છે કે આવું શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે.
મહર્ષિ વેદવ્યાસની ચાર સંહિતાઓ રચી જેમાં પ્રભાસનું પ્રદાન છે.
સુઘડ પ્રિન્ટીંગ - આકર્ષક મુખપુષ્ટ ધરાવતી આ પુસ્તિકા સોમનાથ મંદિરના સાહિત્ય કાઉંન્ટર ઉંપર યાત્રિકો - ઇતિહાસ રસિકો - ભાવિકો માટે નિયત મુલ્યે ઉંપલબ્ધ કરવામાં આવી છે.


 

(9:59 am IST)