અમરેલીના સરભંડામાં યુવતિની જાણ બહાર ફેસબુક એકાઉન્ટ બનાવીને બદનામ કર્યાની ફરિયાદ
(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી,તા. ૨૫ : સરભંડા ગામે રહેતી યુવતીના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતીની જાણ બહાર અમદાવાદના ભાવેશ બારોટ નામના શખ્સે સોશ્યલ મીડીયાના માધ્યમથી ફોટો મુકી બદનામ કરવાના ઇરાદે પ્રતિષ્ઠા હાની પહોંચાડયાની અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
નશો
અમરેલી જિલ્લામાં ડ્રિંકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન ૪૧ શખ્સો નશો કરેલી હાલતમાં પોલીસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.
ઇજા
નાગેશ્રીના હેમાળ ગામે રહેતા નાજાભાઇ ગોવિંદભાઇ પરમાર (ઉવ.૩૦)ની દીકરીની સગાઇ નિલેષ નારણભાઇના મોટાભાઇ ભાવેશ સાથે કરેલ હતી. નિલેષના મોટાભાઇને ખરાબ ટેવ હોવાથી સગાઇ તોડી નાખતા મનદુઃદ રાખી દીકરા નરેશભાઇને છરી અને ઢીકાપાટુ વડે મારી ઇજા કરી નાજાભાઇને છરી વડે ઇજા કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મારામાર્યો
લીલીયા તાલુકાના લોકા ગામે સુરેશભાઇ ભીમજીભાઇ દેત્રોજા (ઉવ.૩૦)ની ભાણેજના જનક મધુભાઇ રાનેરા સાથે લગ્ન કરવા ફોનથી જણાવતા સારૃ નહિ લાગતા ધારીયુ લઇ ઉશકેરાઇ અમારા સંબંધમાં વચ્ચે પડવા તેવુ કહી ધારીયા વડે માથામાં ઇજા કરી કિશન મધુભાઇ મધુ રામજીભાઇએ લાકડી વડે મારમારી ઇજા કર્યાની લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધમકી
રાજુલા તાલુકાના ચારોડીયા સીમમાં વાવેરા ગામના ભીખાભાઇ પ્રેમજીભાઇ ગજેરા (ઉવ. ૬૦)ના ખેતરમાં રહેલી મલબારી નિમના ઝાડ ચારોડીયાના લાલજી બાલુભાઇ કોટડીયાના ખેતરમાં પીજીવીસીએલની વીજ લાઇનને નડતર રૃપ બનતા હોય જેથી ગાળો બોલીસ ધમકી આપી ૪૯ વૃક્ષો કાપીને રૃ. ૪૯ હજારનું નુકસાન કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.