સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

રાજુલા નગર પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રાનું રાજીનામું

રાજુલા, તા. રપ : રાજુલા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રાએ અમરેલી જીલ્લા કલેકટરને પોતાના પ્રમુખ પદેથી રાજીનામું આપેલ છે ૨૦૧૮ માં યોજાયેલ નગરપાલિકા ની ચુંટણી માં કોંગ્રેસ ને ૨૮ માંથી ૨૭ સીટ હાંસલ કરેલ હતી અને ભાજપ ફાળે માત્ર એક સીટ ઉપર વિજય મળ્યો હતો આમ કોંગ્રેસ  પક્ષ દ્વારા પ્રથમ મીનાબેન પ્રવિણભાઇ વાઘેલા ને પ્રમુખ પદે બેસાડેલ ત્યાર બાદ  એકજ મહિનામાં કોંગ્રેસના સદસ્યોમાં વિખવાદ ઉભો થયો અને ૨૭ માંથી ૧૮ જેટલા સદસ્યો એ બળવો કરી અવિશ્વાસની દરખાસ્ત પસાર કરેલ હતી નવા પ્રમુખ પદ માટે ચૂંટણી જાહેર કરેલ કોંગ્રેસ સામે બળવો કરનાર ૧૮ સદસ્યો અને ભાજપ એક સદસ્ય થઈને, કુલ ૧૯ સદસ્યો દ્વારા કોંગ્રેસ સામે બળવો કરનાર બાઘુબેન બાલાભાઈ વાણીયાને  બીજા પ્રમુખ પદ માટે દરખાસ્ત કરેલ ને કોંગ્રેસના નવ સદસ્યો એ જેની સામે ૧૮ સદસ્યો બળવો કરેલ તેવા મીનાબેન પ્રવિણભાઇ વાઘેલા ને ફરી પ્રમુખ પદે માટે દરખાસ્ત કરેલ હતી અને કોંગ્રેસ પક્ષ દ્વારા મીનાબેન વાઘેલા નામનું મેંડેટ મોકલેલ પરંતુ આ મેડેટનો અનાદર કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા આ ૧૮ સદસ્યો ને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરેલ જેમાં થી ચાર સદસ્યો દ્વારા ફરી ઘરવાપસી કરતા કોંગ્રેસ પક્ષ દ્વારા આ ચાર સદસ્યો ને માફી આપેલ ત્યાર બાદ કોંગ્રેસ પક્ષ સામે બળવો કરનાર કાન્તાબેન કિશોર ભાઈ ધાખડા ને ત્રીજા પ્રમુખ પદે બેસાડેલ આમ અઢી વર્ષ દરમિયાન ત્રણ મહિલા પ્રમુખ અને બે પુરુષ કાર્યકારી પ્રમુખ પદે રહી નગરપાલિકા નો કાર્યભાર સંભાળ્યો હતો.

મહિલા અનામતના પ્રમુખ ના અઢી વર્ષ પુર્ણ થતા અઢી વર્ષ માટે પુરૂષ પ્રમુખ પદ અનામત હોવાના કારણે  ધારાસભ્ય અંબરીષ ડેરના અંગત ગણાતા એવા ઘનશ્યામ લાખણોત્રા ને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખ સ્થાને બેસાડેલ શ્રી લાખણોત્રા ૧૫ મહિના પદે શાસન કરેલ પરંતુ કાર્યકાળની સમય અવધિ હજી પુરીનો થય હોવા છતા કોઈ અકળ કારણસર દુબઈ જવાના કરણ દર્શાવી પોતાની પ્રમુખ તરીકેનો કાર્યકાળ બાકી હોવા છતા પ્રમુખથી રાજીનામું  આપ્યુ હતું ને જણાવ્યું હતું કે હું મારા ફેમિલી સાથે છ મહિના માટે દુબઈ જાવાનો હોવાને કારણે મારૃં રાજીનામું આપી રહ્યો છું તો અંગત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે ૧૮ જે કોંગ્રેસ પક્ષ સામે બળવો કરનાર અને કોંગ્રેસ પક્ષના નવ સદસ્યો વચ્ચે સમાધાન થય જતા તે કારણોસર ઘનશ્યામ લાખણોત્રા દ્વારા રાજીનામું આપેલ છે શ્રી લાખણોત્રા છઠ્ઠા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને હવે સાતમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસ પક્ષ કોને બેસાડે છે તે હવે જોવાનું રહ્યું છે.

(12:38 pm IST)