સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

સલાયામાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાઇ ગયા

ખંભાળીયા, તા., ૨૫: સલાયા ટાઉનમાં જકાત નાકા પાસે રહેતા ઝરીના નુરમામદ સંઘાર પોતાના મકાને જુગાર રમી રમાડે છે તેવી બાતમી આધારે સલાયા મરીન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર અક્ષય પટેલે રેઇડ કરતા (૧) સીદીક ઓસમાણ સંઘાર વાઘેર, ઉ.વ.૩ર, ધંધો માછીમારી, રહે. રેલ્વે સ્ટેશન રોડ (ર) નજીર હારૂનભાઇ સંઘાર વાઘેર, ઉ.વ.૩૦, ધંધો વહાણવટી, રહે. ભીમપાળો, રાજા કઠીયારા મકાન પાસે, (૩)કરીમ હાસમભાઇ સુંભણીયા વાઘેર, ઉ.વ.૩૬, ધંધો-માછીમારી, રહે. કરાર પાળો, મામદ બેલાઇના બાજુમાં (૪) ઇકબાલ ઓસમાણભાઇ કારા, વાઘેર, ઉ.વ.પર, ધંધો-માછીમારી, રહે બારલોવાસ, ઇબ્રાહીમ પાન વાળા પાસે, (પ) હાસમ ઇસ્માઇલભાઇ ભાયા, વાઘેર, ઉ.વ.૪૦, ધંધો-મજુરી રહે. કરાર પાળો, હાજી ગની પાસે, (૬) રમીજ તાલબભાઇ ભગાડ, વાઘેર, ઉ.વ.૩૦, ધંધો-માછીમારી, રહે. ભગાડ પાળો, અબ્બસા ભગાડનાઘર પાસે (૭) આમીનઇ બ્રાહીમભાઇ ગઢાર, વાઘેર, ઉ.વ.૩પ, ધંધો-મજુરી, રહે. ભીમપાળો, કબ્રસ્તાન પાસે, હાસમ ચમડીયાના ઘર પાસે (૮) સલીમ અલીભાઇ ભગાડ, વાઘેર, ઉ.વ.પ૩, ધંધો-માછીમારી, રહે. ખારી વિસ્તાર, ઓસમાણ ગાધના ઘર પાસે (૯) સાલેમામદ ઉર્ફે સાલુ પટેલ કરીમભાઇ ભગાડ, વાઘેર, ઉ.વ.૬ર, ધંધો-ખેતી, રહે. જકાતનાકા પાસે, ન્યારા પેટ્રોલ પંપ પાછળ, વાળાઓ ૩૮ર૦૦ તથા મોબાઇલ નંગ-૮ કિ.રૂ. ૩૮પ૦૦ તથા જુગારના સાધનો જેમાં પ્લાસ્ટીકના કેરેમ બોર્ડ નંગ-ર, કિ. રૂ.૮૦૦ તથા પ્લાસ્ટીકની અલગ-અલગ કાકરીયો નંગ-ર૮, કિ. રૂ.૦૦ તથા પ્લાસ્ટીકના પાસા નંગ-ર, કિ. રૂ.૦૦ મળી કુલ રૂ.૭૭૫૦૦ના મુદામાલ સાથે પકડાઇ જતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪,પ મુજબ સલાયા મરીન પો.સ્ટે.માં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં સલાયા મરીન પો.સ્ટે. ટીમના પ્રો.પોલીસ ઇન્સ્પેકટર અક્ષય પટેલ, એએસઆઇ વિરાભાઇ પરબતભાઇ સુવા, નગાભાઇ હરદાસભાઇ લુણા, જેશાભાઇ ઘાંઘાભા માણેક, હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જટુભા જાડેજા, વેજાણંદભાઇ વાલાભાઇ માયાણી, હસમુખભાઇ પોપટભાઇ ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ ભીખાભાઇ આલાભાઇ વસરા, કેતનભાઇ ચમનભાઇ બડલ, કરણકુમાર દેવશીભાઇ સોંદરવા, હિતેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ લીલુબેન નુઘાભાઇ જોડાયા હતા.

(12:35 pm IST)