સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

કેશોદમાં કોંગ્રેસની કારોબારી સમિટિ મિંટિગ તથા સ્નેહ મિલન સમારોહ યોજાયો

 (સંજય દેવાણી દ્વારા) કેશોદ : અક્ષયગઢ રોડ પર એક પ્રાઈવેટ કારખાનાની જગ્યા પર કોંગ્રેસની વિસ્તૃત કારોબારી સમિતિ મિટિંગ તથા નવા વર્ષે ના સ્નેહ મિલન સમારોહનું આયોજન થયું હતુ. તેમાં જીલ્લા કોંગ્રેસના પ્રમુખ નટુભાઈ પોંકીયા ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ધારાસભ્ય બાબુભાઈ વાજા જીલ્લા પંચાયતમાં કોગ્રેસના વિરોધ પક્ષના નેતા હમિરભાઈ ધુળા તથા જુનાગઢ જીલ્લાના કોગ્રેસના પ્રભારી મહેશભાઈ રાજપુત તથા શહેનાઝબેન બાબી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા આ તકે કોગ્રેસના જુનાગઢના પ્રભારી મહેશભાઈ અને શહેનાજબેને આ સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે આગામી વિધાન સભાની ચુંટણીમાં ખભે ખભે મિલાવી કામ કરવાની નિષ્ઠા અને પ્રમાણિકતાં રાખવી પડશે લોકો તો મોંઘવારી પેટ્રોલ ગેસના ભાવ વધારાથી ત્રાસી ગયા છે અને ખેડુતો પણ ભાજપ ના સાશનમાં ભારે નારાજગી વ્યકત કરી રહ્યા છે ત્યારે તમો અંદરો અંદરની પાડી દેવાની નીતિ નો ત્યાગ કરી પક્ષનો કોઈ પણ ઉમેદવાર હોય તેને પુરી નિષ્ઠા સાથે સ્વીકારી કામે લાગી જશોતો કોંગ્રેસ પક્ષને લોકોનો સાથ મળી રહેશે તેમ જણાવ્યું હતુ. આ તકે કાર્યકરોની ઓછી હાજરીને ધ્યાનમાંલઈ પ્રભારી મહેશભાઈ એ શહેર અને તાલુકા પદાધિકારીઓને સ્નેહ મિલન સમારોહમાં પાંખી કાર્યકરોની હાજરી બદલ જાહેરમાં મીઠો ઠપકો આપતાઙ્ગ કહ્યુ કે કોંગ્રેસના કોઈ પણ સંમેલનમાં કમસે કમ ત્રણસો જેટલા કાર્યકરોની હાજરી હોવી જરુરીછે. આ સ્નેહ મિલન સમારોહમાંઙ્ગ નિવૃત્ત્। ફોરેસ્ટર રાજુભાઈ તથા ડોકટર જીજ્ઞેશભાઈ સહિત અન્ય લોકોઙ્ગ કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરવામાં આવી હતી.

(12:35 pm IST)