સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉગ્ર રજૂઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રપ :.. સીવીલ હોસ્પિટલમાં સારવારમાં બેદરકારી સામે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તથા કોંગ્રેસ અગ્રણી રવિલાલ વાઘેલાએ ઉગ્ર રજૂઆત કરતા હોસ્પિટલમાં તાત્કાલીક ઓપરેટરની ભરતી કરવા ખાતરી અપાઇ હતી. પોરબંદર : ભાવસિંહજી હોસ્પીટલમાં સિટીસ્કેનનું મશીન હોઇ છે પણ છેલ્લા ૪ દિવસથી ઓપરેટરના હોઇ અને દર્દીઓ હેરાન - પરેશાન થતા હોય છે. વિજરાણા ગામના માલદેભાઇ એ જણાવેલ કે મારા સસરાને એટેક આવી ગયેલો હોઇ છેલ્લા ૪ દિવસથી અને સીવીલ હોસ્પિટલમાં દાખલ હોય અને તાત્કાલીક સીટીસ્ક્રેન ના થાય ત્યાં સુધી ડોકટર દવા પણ લખી ન આપે એમ હોય ત્યારે આ વાત પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા અને કોંગ્રેસ આગેવાન રવિભાઇ વાઘેલાને ટેલીફોન દ્વારા જાણ થતાં હોસ્પિટલએ દોડી ગયા હતા ત્યારે સીવીલ સર્જન હાજર ના હોય ત્યારે ડોકટર ધર્મેશભાઇ પારેખને ઉગ્ર રજૂઆત કરતા ત્યારે ડોકટરે જણાવ્યુ હતું કે તાત્કાલીક ઓપરેટરની ભરતી કરવા ખાતરી આપી હતી.

(12:30 pm IST)