સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

પંચરની દુકાનમાં જનરેટર ચાલુ થતા પશુઓ ભડકી રોડ ઉંપર ભાગતા

ગોંડલના બિલીયાળા પાસે કાર હડફેટે ત્રણ ગાયના મોતઃ ત્રણ ગાયને ગંભીર ઇજા

(જીતેન્દ્ર  આચાર્ય  દ્વારા) ગોંડલ તા.રપ : અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બિલિયાળા ગામના પાટિયા પાસે  એક જ પરિવાર ના છ વ્યકિતઓ ના  કાર અકસ્માત  મા મોત ની ઘટના ની શાહી હજુ સુકાઇ નથી   ત્યા બેકાબુ કાર ચાલકે છ જેટલી ગાયને હડફેટે લેતા ૩ ત્રણ ગાયના મોત નિપજ્યા હતા.જ્યારે ત્રણ ગાયો ને ગંભીર ઈજા પહોંચી હતી.
પ્રા વિગતો મુજબ જગદિશ ભાઇ ધ્રાંગીયા નામના માલધારી પોતાનાં ૨૦ જેટલા માલ ઢોર ને લઈ ને નેશનલ હાઇવે બિલીયાળા ના પાટીયા પાસે થી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર આવેલી પંચર ની દુકાન વાળા નું જનરેટર ચાલુ થતા પશુઓ ભડકતા રોડ ઉંપર ભાગ્યા હતા દરમિયાન પુરપાટ વેગે પસાર થઈ રહેલી  કાર જીજે ૩ કે.એચ. ૯૧૦૭ ના ચાલકે છ ગયો ને અડફેટે લેતા આ સર્જાયેલ અકસ્માતમાં ત્રણ ગાયોના મોત નિપજયા હતા જ્યારે ત્રણ ગાય ગંભીર રીતે ઘાયલ થઈ હતી બનાવ અંગે જગદીશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કાર ચાલક વિરૂદ્ઘ આઈપીસીની કલમ ૨૭૯ ૪૨૯ એમ વી એકટ કલમ ૧૩૪ ૧૮૪ ૧૭૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

 

(11:38 am IST)