સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પૂ. હરીપ્રકાશદાસજી સ્વામી દ્વારા પુસ્તકનું નિર્માણ

 વાંકાનેર,તા.૨૫ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું  પ્રતિક ‘‘શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર’’ સાળંગપુરધામ દ્વારા વાત ‘‘દાદા ના મહિમા, ભકિત, અને કાર્યોની વાત આપણા વ્યવહાર, સંબધો અને જીવનની’’ ‘‘જીવન ને વધુ સારૂ બનાવવાના રહસ્યો આ પુસ્તકમાં છૅ જે પુસ્તક નીતિ પ્રવીણ કથા’’ (‘‘હે હનુમન ! હર સંકટ મે’’) જેના વક્તાશ્રી પ.પૂજ્ય શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) અને આલેખક   હરેન્દ્રભાઈ ભટ તેમજ પ્રકાશક  : પ.પૂજ્ય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી ( અથાણાવાળા ) શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુર આવૃત્તિ તૃતીય ( ઈ.સ ૨૦૨૧ ) જે  નીતિ -વીણ કથા  (‘‘હે હનુમન હર સંકટ મે’’) જે પુસ્તક જેમને લખેલ એવા પ પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામીએ આ પુસ્તક સમર્પણ માં કહેલ કે ‘‘જેમના આશીર્વાદથી હું ભજન - ભકિત કરી શકું છુ , જેમના ભજનનો પ્રતાપ મારૂ પ્રારબ્ધ છે એવા અખંડ ભજનાનંદી ગુરૂવર્ય અથાણાવાળા સ્વામી - વડતાલના ચરણોમાં મારા શબ્દ પુષ્પને સમર્પિત આ પુસ્તક કરૂં છુ  
શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના વ્યકિતત્વનો બ્રાહ્ય પરિચય એટલે સાધુ અને આતરિક પરિચય એટલે દયા, કરૂણા, ઉંદારતાની સાથે વાણી માધુયર્તા, વર્તન માધુરતા , અને મન માધુયર્તાનો ત્રિવેણી સંગમ, સિક્કાની બીજી બાજુ જોઈએ તાૅ ‘‘ગુરૂકૃપા હિ કેવલમ’’નું સાકાર સ્વરૂપ જેમને વડતાલના દાદાગુરૂ અંખડ ભજનાનંદી પૂજ્ય ગુરૂવર્યશ્રી અથાણાવાળા સ્વામીશ્રીની નિશ્રામા માત્ર ૧૨ વર્ષની ઉંંમરે ભગવાન શ્રી સ્વામિનારાયણના અધ્યાતમમાર્ગનો સ્વીકાર કરી સંત દીક્ષા લઈ સદ્દચારિત્ર દ્વારા પોતાનો તથા ચાહકોનો આલોંક - પરલોંક સુધારવાનો માર્ગ ચિધવાના નિમિત બન્યા છૅ ,, ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ નંદસંતો ગળથુથીમા રહેલ  સર્વજીવ હિતાવહની પ્રવૃતિને વેગવંતી બનાવવા રામાયણ ની ખિસકોલીની જેમ  શ્રી સતસંગીજીવન, શ્રી મદ્દ ભાગવત કથા, રામાયણ, ભક્તચિંતામણી, શ્રી હનુમાન ચાલીસા કથા, સુદરકાંડ, શિક્ષાપત્રી ભાષ, વિદુરનીતિ, વચનામૃત જેવા અનેક ગ્રથોની કથા દેસ વિદેશ સહિત કરી છૅ અને જીવનલક્ષી પ્રવચનો દ્વારા વૈદીક રસને જીવન અમૂર્ત બનાવી જન સુધી પહોંચાડવાની સેવા કરી છે.
સાથે સાથે દૈનિક યજ્ઞ, ઉંત્સવો, સમૈયાઓ દ્વારા આઘી, વ્યાધિ, ઉંપાધીની પીડાતા અનેક લોકોના અંગ પલટી જીવન ધડતર કરી આદર્શ બનાવ્યા છે, વૃદ્ઘ ને વડલા રૂપે, યુવાન ને દિવા દાંડી રૂપે, બાળકોને પ્રેમ, ભકિત, ઉંપાસનાના પિયુષ પાન કરાવ્યા છે તાજેતરમાં જ શ્રી શતાનંદમુનિ કૃત નીતિ  પ્રવીણ હનુમત્ર સ્ત્રોતના માધ્યમથી વિશ્વ વિખ્યાત પરમ શ્રધેય કેન્દ્ર સાળંગપુરધામવાસી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવનો મહિમાનો દેશ - વિદેશમાં વસતા આબાલ વૃધ્ધ, શ્રી હનુમંત ભક્તોની શ્રદ્ઘામાં અનેક ગણો વધારો કર્યો છે પ.પ.ૂ શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીની ઈચ્છા કથાના પુસ્તક કરવાની હતી તે માટે શ્રી નીલકંઠ ભગતને પંસદ કર્યા એમણે  ‘‘નીતિ  પ્રવીણ સ્ત્રોત્ર’’ પર કથા કરવાનું સાહસ કર્યું તેમ મે પણ કથાને ગદ્યમાં મુકવાનું સ્વીકાર્યું, મારા માટે નવું કામ દસ પંદર મિનિટ ની વિડીયો કલીપ પરથી પીઠાઘીપતિ પ, પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી દ્વારા લેખ તૈયાર કરવાનું કામ ત્રણેક વર્ષથી કરૂં છુ તે જ અનુભવ કેવાયત ના અંતે કથાને યથાયત મૂકી ગદ્ય અષ્ટક કર્યું જેમ શ્રી નીલકંઠ ભગતે જણાવેલ,, આ ઉંપરાંત સાળંગપુરધામ - શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરના વર્તમાન પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી અનેરા ઉંત્સાહ ઉંમંગ થી દાદાના દરબાર માં સત સેવાના ધર્મ કાર્યો કરી રહયા છે તેમના માર્ગદર્શન હેઠળ અનેક સેવાના ધર્મ કાર્યો થઈ રહયા છે તેવોએ સાળંગપુરધામ માં આવીને ખુબ જ મંદિરનો વિકાસ કરેલ છે અને અથાણાવાળા મંડળે સાળંગપુરધામની કાયપલટ કરી રહયા છે એવી જ રીતે પ.પૂ. પૂજારી સ્વામીશ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ( ડી.કે.સ્વામી ) પોતે સતત કાર્યશીલ રહે છે. તે બાબત ભૌતિક છે તેમ સારી રીતે સમજે છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનથી ભક્ત બેસી ન રહે અને દાદા ના વ્યક્તત્વવો સમજી ને એમની ભકિત કરે એ ખાસ જરૂરી છે જેથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામ દ્વારા  હે હનુમન હર સંકટ મે  જેમાં વાત દાદા ના મહિમા, ભકિત , અને કાર્યોની વાત આપણા વ્યવહાર, સંબધો અને જીવનની આ પુસ્તક માં છે. ખુબ જ સરસ પુસ્તક બહાર પાડેલ છે જે દરેક ભક્તજનો ને વાંચવા જેવું આ દિવ્ય પુસ્તક છે જે ‘‘નીતિ પ્રવીણ કથા’’ ( ‘‘હે હનુમન હર સંકટ મે’’) પ્રાપ્તિ સ્થાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર , સાળંગપૂરધામ , શ્રી વડતાલ ધાર્મિક સ્ટોર, સાળંગપુર મોબાઈલ નંબર : ૮૧ ૪ ૦૦૦ ૯૫ ૯૫ , ૮૧૪૦૦૦ ૯૫૯૫ ઉંપર આ પુસ્તક ઓનલાઇનથી મંગાવી શકશો તેમજ ઓનલાઇનથી દરેક વસ્તુ મંગાવી શકો છો જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુરધામ દ્વારા જણાવાયુ છે.

 

(11:35 am IST)