સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

ઉંનામાં રાત્રે ઘેર ઘેર મીણબતીઓ પ્રગટાવીને મહિલાઓ ઉંપર ઘરેલુ હિંસા રોકવા સંકલ્પ કરાશે

ઉંના તા. રપ :  એક દિવાળી માનવતા નામની સંસ્થા દ્વારા  ગુરૂવારે આંતર રાષ્ટ્રીય મહિલા હિંસા નાબુદી દિવસની ઉંજવણીનો પ્રારંભ કર્યો છે.  મૌન રેલી કાઢીને દરેક ઘરે મીણબતી પ્રગટાવી, મહિલા ઘરેલુ હિંસા, બાળ શોષણ, અને અત્યાચાર, વડીલો-મા-બાપ ઉંપર અત્યાચાર વગેરે બાબતે સમજણ અપાશે.
આજે તા. રપ નાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબુદી દિવસ છે. તેથી ઉંનામાં વિવિધ સામાજીક પ્રવૃતિ કરી એક દિવાળી માનવતાની સંસ્થા દ્વારા નગરપાલીકા ઉંનાનાં ઉંપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશીનાં માર્ગદર્શન હેઠળ ઉંજવવામાં આવશે. સવારે ઉંનાની કન્યા વિદ્યાલયથી કન્યાઓની એક વિશાળ રેલી મુખ્ય માર્ગ ઉંપર બેનર લઇ મહિલા હિંસા નાબુદી, ઘરેલુ હિંસા તથા બાળ શોષણ અત્યાચાર રોકવા સંદેશા અપાયાં હતાં.
શહેરમાં ૩૦૦૦ ઘરોમાં  મીણબતીઓ વિતરણ કરી રાત્રીનાં ૯.૩૦ કલાકે ઉંનાનાં સોમનાથ બાગમાં તથા દરેક ઘરે  મીણબતીઓ પ્રગટાવી મહિલા ઘરેલુ હિંસા, બાળ શોષણ, અને અત્યાચાર, મા-બાપ-વડીલો ઉંપર અત્યાચાર રૂપી અંધકારને દુર કરી સમાજના આ  દુષ્ણો દુર કરવા સંકલ્પ લેશે. લોકોએ ભાગ લઇ સહકાર આપવા આયોજકોએ યાદીમાં જણાવાયું છે.

 

(10:35 am IST)