સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની પ્રથમ જોરદાર ઝાકળવર્ષા

વાહન વ્યવહારને ભારે અસરઃ નલીયા ૧પ.ર, રાજકોટ ૧૬.૦, અમરેલીમાં ૧૭ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટમાં અકિલાચોકમાં સવારે જોરદાર ઝાકળવર્ષા : રાજકોટ : આજે વહેલી સવારે રાજકોટ શહેરમાં જોરદાર ઝાકળવર્ષા થઇ હતી. અને વોકીંગ કરવા નીકળેલા તથા વાહન ચાલકો અને રાહદારીઓએ ખુશનુમા વાતાવરણનો અનુભવ માણ્યો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)  

 

જામનગર : જામનગર-રાજકોટ હાઇવે ઉપર જારદાર ઝાકળવર્ષા થઇ હતી. અને  રસ્તા ઉપર વાહન ચાલકોને તકલીફ પડી હતી. તસ્વીરમાં ઝાકળવર્ષા નજરે પડે છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે આજે વહેલી સવારે સર્વત્ર ઝાકળવર્ષા સાથે ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની પ્રથમ જોરદાર ઝાકળ વર્ષાનો આજે સવારે અનુભવ થયો છે ભેજનું પ્રમાણ વધતા જોરદાર ઝાકળ વર્ષા થઈ છે ઝાકળના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ છે. આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો પણ અનુભવાયો છે જેના કારણે લોકોને ગરમ કપડા નો સહારો લેવો પડ્યો છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તાપણા કરીને ઠંડીથી બચવા લોકોએ પ્રયાસ કર્યો છે શિયાળાના પ્રારંભ બાદ પ્રથમ વખત ઠંડીનો વધુ ચમકારો અનુભવાયો છે લઘુતમ તાપમાનનો પારો પણ નીચે ઊંતર્યો છે.

જામનગરના બાણુગર તેમજ જામનગર - રાજકોટ હાઇવે ઉંપર આવેલા પડધરી સહિતના વિસ્તારોમાં સવારના આઠ વાગ્યે પણ સૂરજદાદાને દર્શન થયા નહોતા. તસવીરમાં જામનગર  પંથકમાં આજે સવારે થયેલ ઝાકળ વર્ષા નજરે પડે છે.

આજે સવારે કચ્છના નલીયામાં ૧પ.ર, રાજકોટ ૧૬ અને અમરેલી તથા પોરબંદરમાં  ૧૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જોરદાર ઝાકળવર્ષા થઇ હતી. અને રસ્તા ઉંપર વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો. અને લાઇટો ચાલુ રાખવી પડી હતી.

રાજકોટ-જામનગર હાઇવે ઉંપરના બાણુગાર, પડધરી, ફલ્લા, સહિત અનેક વિસ્તારોમાં જોરદાર ઝાકળવર્ષા થઇ હતી.

 

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૪.૩ ડિગ્રી

અમરેલી

૧૭.૦ ડિગ્રી

વડોદરા

૧પ.૪ ડિગ્રી

ભાવનગર

૧૮.૦ ડિગ્રી

ભૂજ

૧૮.૦ ડિગ્રી

દમણ

ર૩.૬ ડિગ્રી

દીવ

૧૯.૦ ડિગ્રી

ડીસા

૧પ.૪ ડિગ્રી

દ્વારકા

ર૦.પ ડિગ્રી.

કંડલા

૧૮.૦ ડિગ્રી

નલીયા

૧પ.ર ડિગ્રી

ઓખા

ર૦.ર ડિગ્રી

પોરબંદર

૧૭.૦ ડિગ્રી

રાજકોટ

૧૬.૦ ડિગ્રી

સુરત

ર૦.૦ ડિગ્રી

વેરાવળ

ર૧.૧  ડિગ્રી

 

(11:11 am IST)