સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

સાવરકુંડલાના મુસ્લિમ યુવાને કાંટાના કારખાનામાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ : મુસ્લિમ સમાજમાં અરેરાટી

સેવાભાવી લોકો તથા મુસ્લિમ સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૨૪  સાવરકુંડલા અમરેલી રોડ ઉપર આવેલ કાંટા ના કારખાના માં મુસ્લિમ યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ડેડબોડી ને પી એમ માટે હોસ્પિટલે  ખસેડવામાં આવેલ છે જે અંગે સી ટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 

       આ અંગે ના મળતા અહેવાલ એવા પ્રકાર ના છે કે આજે સવારે સાવરકુંડલા શહેર ના જુના બસ સ્ટેન્ડ પાછળ ખટકી વાડ માં રહેતા શાહિદ મહમદભાઈ તરકવાડિયા નામ ના 32 વર્ષીય મુસ્લિમ યુવાને અમરેલી રોડ ઉપર આવેલ જયશાન કરસન નામ ના કાંટા ના કારખાના માં દોરડુ બાંધી આપઘાત કર્યા હોવા નું બહાર આવવા પામેલ હતું આ બનાવ થી મુસ્લિમ સમાજ માં અરેરાટી ની લાગણી વ્યાપી જવા પામેલ હતી આ બનાવ ની જાણ થતાં લોકો ઘટના સ્થળે દોડી ગયેલ  અને ત્યારબાદ પી એમ માટે ડેડબોડીને ખસેડવામાં આવેલ હતી  આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસે મૃત્યુ અંગે વધુ તપાસ હાથ ધરી છે 

આ બનાવ ની જાણ સેવા ભાવિ લોકો ને થતા સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ પૂર્વ  ઇરફાનભાઈ કુરેશી ઉપ પ્રમુખ નાસિર ભાઈ ચૌહાણ  વિગેરે સમાજ ના અગ્રણી ઓ હોસ્પિટલે દોડી ગયેલ હતા.

(12:53 pm IST)