સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

જામનગરની મેડિકલ કોલેજના પ્રોફેસરની અટક અગાઉ એફએસએલમાં પુરાવાઓની ચકાસણી કરાવેલ : કેશવ કુમાર

ડો. શૈલેષ નાગર સામે વિદ્યાર્થીનીઓ સામે બિભત્સ ભાષાનો ઉપયોગ સાથે મોટી રકમની લાંચના પુરાવો સાથેની ફરિયાદ અધિક મુખ્ય સચિવને થતાંજ સચિવાલયમાં હલચલ મચી ગઇ હતી : એસીબી વડા દ્વારા અમદાવાદ ઇન્ટેલિજન્સ વિંગના ફિલ્ડ પીઆઇ એમ. વી.પટેલ ને તપાસ સુપરત થયા બાદ આરોપને સમર્થન મળતાજ એસીબી દ્વારા ધડાકો : ભીતરની રસપ્રદ કથા

રાજકોટ તા.૨૬ : વડોદરા શહેર એસી બી પોલીસ દ્વારા વડોદરા મેડિકલ કોલેજના એના ટોમી વિભાગના વડા અને હાલમાં જામનગરની મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ભ્રષ્ટાચારના આરોપી ડાઙ્ખ.શૈલેષ કુમાર નાગર ની ધોરણસર અટક કરતા અગાઉ તેમના વિરુદ્ઘના પુરાવાઓની ફોરેન્સિક તપાસ એફએસએલ મા કરવવ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ધોરણસર અટક કર્યાનું 'અકિલા' સાથેની વાતચીતમાં એસીબી વડા કેશવ કુમારે જણાવ્યું છે.

આ કામના ફરિયાદી તથા સાહેદોએ સંયુકત રીતે અધિક મુખ્ય સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરને સંબોધીને આક્ષેપિત ડો.શૈલેષકુમાર કાશીરામ નાગર, એનાટોમી વિભાગના તત્કાલીન વડા અને પ્રાધ્યાપક, વર્ગ-૧, મેડિકલ કોલેજ, વડોદરા (હાલ પ્રાધ્યાપક, એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર) નાઓ દ્વારા સી.આર.રીપોર્ટ લખવા પૈસાની માંગણી કરવામાં આવેલ છે, બિભત્સ ભાષાનો ઉપયોગ કરે છે/અંગત સવાલો પુછે છે, અપમાનજનક વાતો કરે છે, પૂર્વગ્રહ અને બદલાની ભાવનાથી કામ કરે છે, મેન્ટલી હેરેસમેન્ટ કરે છે વિગેરે બાબતેના આક્ષેપોવાળી અરજી રજુઆત કરેલ. જે અરજી રજુઆત આધારે તબીબી શિક્ષકો પાસે કોન્ફીડેન્સીયલ રીપોર્ટ (સી.આર.) લખવા માટે નાણાકીય રકમની માંગણી કરવા અંગેના વિડીયો ફૂટેજની અધિકૃતતાને ધ્યાને લઇને એ.સી.બી. રાહે કાર્યવાહી કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુ.રા., ગાંધીનગર તરફથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો,અમદાવાદને જણાવવામાં આવેલ. જે અન્વયેની પ્રાથમિક તપાસ શ્રી એમ.વી.પટેલ, ફિલ્ડ પો.ઈન્સ. એ.સી.બી. ઈન્ટે.વીંગ, અમદાવાદનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ.

અરજદારની રજુઆત સાથે રજુ થયેલ ઓડિયો/વિડીયો ફૂટેજના મુળ સોર્સનુ એફ.એસ.એલ. ગાંધીનગર તરફથી ઓથેન્ટીકેશન કરવામાં આવેલ છે. તેમજ પ્રાથમિક તપાસ દરમ્યાન ફરિયાદી તથા સાહેદોના મેળવેલ નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓ આધારે આક્ષેપિત ડો.એસ.કે.નાગર દ્વારા ફરિયાદી પાસેથી કોન્ફીડેન્સીયલ રીપોર્ટ (સી.આર.) લખવાના કામે રૂપિયા દોઢ લાખની લાંચની માંગણી કરેલાનુ અને મહિલા અરજદારોને બિભત્સ ભાષા(અભદ્ર ટીપ્પણી)નો શબ્દ પ્રયોગ કરી જાતીય સતામણી કરવાના ઈરાદાથી માનસિક રીતે હેરાન કરતા હોવાના આક્ષેપને સમર્થન મળેલ છે અને આ કામના ફરીયાદી આક્ષેપિત વિરૂદ્ઘ લાંચની માંગણી કરવા અને અભદ્ર ટીપ્પણી દ્વારા જાતીય સતામણી કરવા સબંધેની આપેલ લેખિત ફરિયાદ આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

(3:42 pm IST)