સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

પ્રબોધિની એકાદશીના દિવસે SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે યોજાયેલ શાકભાજીની હાટડી

તમામ શાકભાજી ગરીબોને વહેંચવામાં આવી.

અમદાવાદ : દિપાવલીનું પર્વ એટલે અંધકાર ઉપર પ્રકાશનું પર્વ, દિપ એ જ્ઞાનનું પ્રતિક છે. માણસ સત્તા, સંપત્તિ અને સાધનોથી નહીં પણ જ્ઞાનથી મહાન બની શકે છે.

     દિપાવલી બાદ નૂૂતન વર્ષ આવે છે ત્યાર બાદ હરિનવમી અને ત્યાર પછી પ્રબોધિની એકાદશી આવે છે તે દિવસ મોટા મોટા મંદિરોમાં શાકભાજીની હાટડી પુરવામાં આવે છે. ખેડૂતો પોતાની વાડીમાં થતી શાકભાજી લાવી મંદિરમાં તેની હાટડી પૂરતા હોય છે.

    વૈષ્ણવ સંપ્રદાયમાં ગોકુલ, મથુરા, વૃંદાવન તેમજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલ, ગઢપુર, જૂનાગઢ, ભૂજ વગેરે મોટા મંદિરોમાં શાકભાજીની હાટડી પુરાતી હોય છે. અને તે તમામ શાકભાજી ગરીબો અને હરિભકતોને પ્રસાદ રુપે વહેંચવામાં આવે છે.

     નીલકંઠ વર્ણી દીક્ષા તથા ગાદી પટ્ટાભિષેક દિન તથા મુક્તાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયની પ્રથમ આરતિ દિન પ્રબોધિની એકાદશીના પુનિત પર્વે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે ઠાકોરજી આગળ શાકભાજીની હાટડી પૂરવામાં આવેલ. ગ્રામ્યવિસ્તાર તથા સ્થાનિક હરિભકતોએ  શાકભાજી ઠાકોરજીને ધરી આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા. તમામ શાકભાજી ગરીબોને વહેંચવામાં આવી હતી.

(3:42 pm IST)