સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

જેતપુરમાં સ્વ. સવજીભાઇ કોરાટની પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યોનું જયેશભાઇ રાદડિયાના હસ્તે ઉદ્ઘાટન

જેતપુર : સૌરાષ્ટ્રના સપૂત છોટે સરદારનું બિરૂદ મેળવેલ કેબીનેટ મંત્રી સ્વ. સવજીભાઇ કોરાટની ચિરવિંદાયને રર વર્ષ થવા છતાં લોકો તેને ભૂલ્યા નથી. લોકોના હૃદયમાં અનેરૂ સ્થાન પામેલ સ્વ. સવજીભાઇના કાર્યોને આજે પણ યાદ કરે છે. તેના પગલે કોરાટ પરિવાર સેવાના રંગેરંગાયો હોય પુણ્યતિથિને લોકો ભુલતા નથી. આ દિવસે જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકો સેવાના કાર્યો કરી તેને શ્રદ્ધાંજલી અર્પણ કરે છે. આજે રરમી પુણ્યતિથિ હોય જુદી જુદી સંસ્થાઓએ સ્ત્રીરોગ નિદાન સારવાર, રકતદાન કેમ્પનું આયોજન સવજીભાઇ કોરાટ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ જેનું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરેલ. પ્રાસંગિક ઉદ્બોધન કરતા સ્વ. સવજીભાઇની કાર્યશૈલી તેમજ કોરાટ પરિવારની સમાજ પ્રત્યેની સેવાભાવનાને બીરદાવેલ. ઉપરાંત જુની સાંકળી ખાતે પશુરોગ નિદાન શસ્ત્રક્રિયા કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ભાજપ જી. પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જયંતીભાઇ રામોલીયા, ગોરધનભાઇ ધામેલીયા, જશુમતીબેન કોરાટ, પ્રજ્ઞેશભાઇ કોરાટ સહિત શહેરના રાજકીય સામાજીક આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર-અહેવાલ : કેતન ઓઝા-જેતપુર)

(12:57 pm IST)