સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

દિલીપ સંઘાણીને શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરજી

અમરેલીઃ ભારત દેશની સર્વાચ્ચ સહકારી સંસ્થા એટલે નેશનલ કો-ઓપરેટીવ યુનિયન ઓફ ઈન્ડીયા (NCUI)ના ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં ગુજરાત રાજય ભાજપના નેતા અને દેશના અગ્રણી સહકારી આગેવાન દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ વરણી થતા કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરજીએ  શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ તોમરજીએ જણાવેલ હતુ કે સહકારી ક્ષેત્રનો મૂળ આધાર જ ગામડુ છે, ગ્રામ્ય દેનિક પ્રવૃતિ સહકારના ભાવનાથી જ ઉદભવે છે અને તેનો લાભ છેવાડાના ગામ અનેગ્રામીણ સુધી વિસ્તરે છે. દેશ-રાજયની સહકારી પ્રવૃતિમા હવે ધીરે..ધીરે પ્રતિભા આગળ આવીને કાર્યકુશળતાનો લાભ સહકારી પ્રવૃતિમા રેડી રહી છે. ભારતની સહકારી પ્રવૃતિને વિશ્વસ્તરે લઇ તેના માઘ્યમથી ભારતની સહકારી પ્રવૃતિ અને અર્થતંત્રને વેગવંતા બનાવવા માટે શુભેચ્છા પાઠવેલ હતી. તેમજ કૃષિ લગત યોજનાઓ, આયોજનોની માળખાકીય પ્રવૃતિની માહિતી આદાન પ્રદાન કરી હતી.

(12:54 pm IST)