સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

જામનગરના દરેડમાં પાણીની બોટલો આપવા બાબતે બઘડાટી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: પંચ બી પોલીસ સ્ટેશનમાં વિપુલભાઈ આલાભાઈ જેઠાભાઈ ભાંભી એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલધામ સોસાયટી, દરેડમાં ફરીયાદી વિપુલભાઈ શેરીમાં પાણીની બોટલો આપી જતા હોય ત્યારે આરોપી રામભાઈ આહીર એ ફરીયાદી વિપુલભાઈને રોકી પોતાની શેરીમાં પાણીની બોટલો આપવા આવવાની ના પાડી બોલાચાલી કરેલ બાદ ફરીયાદી વિપુલભાઈની દુકાન પાસેથી આરોપી હિતેશ આહીર નીકળતા ફરીયાદી વિપુલભાઈના પત્ની સાહેદ નીશાબેનને તેને પોતાની સાથે ઝઘડો નહી કરવા સમજાવવા જતા આરોપી રામભાઈ આહીર, વિશાલ આહરી આવી જતા ફરીયાદી વિપુલભાઈને ગાળો કાઢતા ફરીયાદી વિપુલભાઈએ ગાળો આપવાની ના પાડતા આરોપી વિશાલ આહીરએ પાઈપલાઈને ફરીયાદી વિપુલભાઈને મારવા જતા સાહેદોએ વચ્ચે પડી રોકેલ અને ફરીયાદી વિપુલભાઈએ પોલીસમાં ફોન કરવા જતા આરોપી વિશાલ આહીરએ ફરીયાદી વિપુલભાઈને ગાળો આપી અપમાનિત શબ્દો બોલી માર મારવાની ધમકી આપી એકબીજાને ગુન્હો કરવામાં મદદગારી કરી ગુનો કરેલ છે.

વાયર ચોરી થયાની રાવ

લાલપુર પોલીસ સ્ટેશનમાં કૌશીક બીધુ ભટાચાર્યએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૧૧–ર૦ર૦ થી તા.૧૪–૧૧–ર૦ર૦ના રાત્રીના સમયે બબરઝર ગામ પાસે બબરઝર આંબેરડી, દેવરીયા રોડ નજીક આવેલ ટ્રાન્મીશન લાઈનના ટાવર લોકેશન નં. પ૦/૧૦થી પ૦એ/૦ ટાવર વચ્ચેના તાર આશરે ૧૬૦ મીટર જેટલો આશરે કિંમત રૂ.પ૭,૦૦૦/– નો તથા તા.૧૪–૧૧–ર૦ર૦ના રાત્રીના આરશામાં આશરે ૧૮ર મીટર જેટલો આશરે કિંમત રૂ.૬પ,૦૦૦/– નો કુલ મુદામાલ આશરે ૩૪ર મીટર જેની કિંમત રૂ.૧,રર,૦૦૦/– નો કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મધમાખીનું ટોળું કરડી જતા વૃઘ્ધાનું મોત

અહીં હર્ષદમીલની ચાલી પાસે રહેતા શૈલેષભાઈ ગાંડાલાલ વાઘેલા, ઉ.વ.પર, એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ચંદ્રીકાબેન ગાંડાલાલ વાઘેલા, ઉ.વ.૬૦, રે. હર્ષદમીલની ચાલી, પટેલનગર શેરી નં.ર, વિજય સોઢા સ્કુલ પાસે, જામનગરવાળા ને મધમાખી નું ટોળું આખા શરીરે ચોટી કરડી જતા મૃત્યુ પામેલ છે.

દારૂ સાથે બે ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હરપાલસિંહ મેરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, કિશાન ચોક, જામનગરમાં આરોપી ઉમેશ પ્રકાશભાઈ નાખવા, હિરેન ગોરી કચ્છી ભાનુશાળી, વિદેશી દારૂની બોટલો પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદે રાખી હેરાફેરી કરી રેઈડ દરમ્યાન બોટલ નંગ–૧૪૦, કિંમત રૂ.૧૪૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલ ચોરાયું

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પિયુષકુમાર નરશીદાસ ડોડીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મયુર ટેનામેન્ટ મકાન નં.૭, રોઝી પાર્ક એરફોર્સ–ર, ગેઈટની સામે સત્યમ કોલોની રોડ પર ફરીયાદી પિયુષકુમારની મોટરસાયકલ બજાજ સીટી –૧૦૦ જેના રજી.નં.જી.જે.–૬–એમ.ઈ.–૩પપ૩ ની મોડલ વર્ષ ર૦૧૮માં મકાન બહારથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(12:53 pm IST)