સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

મોરબીના ચકમપર -જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદી ઉપરના નવા પુલનું કામ શરૂ કરવા માંગણી

 (પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૬: ચકમપર જીવાપર વચ્ચે આવેલ ઘોડાધ્રોઈ નદી પર નવો બ્રીજ બનાવવા બેઠો પુલ તોડી નાખવામાં આવ્યો હતો અને હવો પુલ બન્યો ના હોય જેથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે મામલે ગ્રામ પંચાયતે જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

ચકમપર ગ્રામ પંચાયતના સરપંચ પરષોતમભાઈ કાલરીયાએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે ચકમપર જીવાપર રસ્તામાં જે ધોડાધ્રોઈ નદી આવેલ છે તે નદીમાં ચોમાસા દરમિયાન પડતી હાલાકીને પગલે નવો ઉંચો બ્રીજ બનાવવા માટે દસેક માસ પૂર્વે નદી પરનો બેઠો પુલ તોડી નાખવામાં આવ્યો હતો અને બાજુમાં વાહનોની અવરજવર માટે નદીમાં પાણી છોડવાના કારણોસર નદીમાં આવેલ ડાયવર્ઝનનું ધોવાણ થઇ ગયું હોય જેથી ચકમપર તેમજ અન્ય ગામો જેવા કે દેવળિયા, ઈશ્વરનગરના રહીશોને મોરબી જવા માટે ફરવા જવું પડે છે અને સમયનો વેડફાટ થવા સાથે હાલાકીનો સામનો પણ કરવો પડે છે

હજુ પણ નવ પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી જેથી આગામી ચોમાસા પૂર્વે કામ પૂરું થાય તેવા હેતુથી નવા પુલનું કામ ઝડપથી શરુ કરવામાં આવે તેવી માંગ કરી છે અને તાત્કાલિક કામ શરુ ના કરાય તો કલેકટર કચેરીએ ગ્રામજનો ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

(11:37 am IST)