સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

વાંકાનેર શ્રી ફળેશ્વર માહાદેવ મંદિરનાં મહંતને સંતો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

વાંકાનેર,તા.૨૬ : વાંકાનેરમા આવેલ પ્રસિધ્ધ વર્ષો પુરાણી એતાસિક શ્રી મુનિબાવાની જગ્યા, શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પટેલબાપુ દેવ લોક પામતા તાલાલાશ્રી ઉદાસીન આશ્રમના મહંતશ્રી પૂજય શ્રી ગણેશદાસજી મહારાજ , સાગ્રોદા ફાટક પાસે આવેલ પ્રશિધ્ધ શ્રી મનસાદેવી ધામ , શ્રી ઉદાસીન આશ્રમના મહંત પૂજયશ્રી નિર્મળદાસબાપુ , પંજાબ શ્રી ઉદાસીન આશ્રમ , શ્રી હનુમાન ધારાના મહંતશ્રીસમર્થ સિદ્ઘ સંતશ્રી વિવેકમુનિજી મહારાજશ્રી , આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલ મંદિરના મહંતશ્રી રણુદાસબાપુ , શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિરના શ્રી પ્રદીપભાઈ મહારાજ , શ્રી ભરતભાઈ જાની , શ્રી ઋષિબાપુ , વાંકાનેર શ્રી વાસુકી મંદિર , શ્રી ચિત્રફૂટ બાલાજી મંદિર , શ્રી ગાયત્રી મંદિર , અંધ અપંગ ગૌશાળા , શ્રી રઘુનાથજી મંદિર , તેમજ શ્રી ઉદાસીન સંત કુટિર  રામવાડી  સદગુરૂશ્રી ભોલેબાબા આશ્રમ જોડિયાધામ , ભોલેબાબા સેવક સમુદાય , જોડિયાધામ , તેમજ જાણીતા કલાકાર શ્રી અશોકભાઈ ભાયાણી , અલ્કેશભાઈ સોની , તેમજ અનેક જગ્યાના સંતો એ શ્રી પટેલબાપુની સંત સેવા , ગાયોની અવિરત સેવા , ગરીબો,ને ભૂખ્યા ને ભોજન , દુષ્કાળ હોય કે કોરોના હોય સંકટ સમયમા કીટ વિતરણ , અનેક વિધ સેવા જેમના જીવનમા સદાય હતી.

તેમજ જ  કોઈ મળે એને   'સીતારામ'  કહેતા પૂજય સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુનો જીવન મંત્ર હતો ભજન કરો , ભોજન કરાવો , જ  મંત્ર ગુરુજી નો પટેલબાપુએ જીવન ભર રાખ્યો, છેલ્લે અલ્હાબાદના કુંભ મેળામાં શ્રી ઉદાસીન અખાડાના બધા સંતોને ભેટ પૂજા તેમજ અર્ચદાસ પૂજન કરાવતા શ્રી વિવેકમુનિજી મહારાજશ્રી તેમની સંત સેવા ખુબ જ હતી જેવો નો સંતો પ્રત્યે નો અપાર પ્રેમ હતો

ભગવાન સદા શિવ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે શ્રી વિવેકમુનિજી , તેમજ શ્રી નિર્મળદાસબાપુ એ શ્રધાંજલિ અર્પિત કરેલ હતી. તેમના જવાથી વાંકાનેરમાં શ્રી ફળેશ્વર મંદિર મા મોટી ખોટ પડેલ છે તેમજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ વાંકાનેર ના દરેક ભકતજનોએ શ્રી પટેલબાપુ ને શ્રધ્ધાંજલિ આપેલ કોરોનાની મહામારી હોય પ્રાર્થના સભાં રાખેલ નથી.

(11:31 am IST)