સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

કોડીનાર જમદગ્ની આશ્રમમાં તુલસી વિવાહ

કોડીનારઃ જમદગ્ની આશ્રમ ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ હતું. જામવાળા ગીરના નગરજનો દ્વારા ઠાકોરજીની જાન આશ્રમ ખાતે લાવવામાં આવેલ. જ્યાં વૈદીક મંત્રોચ્ચાર દ્વારા તુલશી વિવાહ સંપન્ન થયા હતા. જમદગ્ની આશ્રમ ખાતે આ પ્રથમ વખત જ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાથી સ્થિતીને ધ્યાને લઇ નિયમનું ચુસ્ત પાલન કરીને ઠાકોરજી જાનની આગતા સ્વાગત કરી તુલસી વિવાહ સંપન્ન કરાયા હતા. ગીર કાઠા ગામના લોકોએ માણ્યો હતો અને ધન્યતા અનુભવી હતી.તાજેતરમાં આ આશ્રમ ખાતે પ્રયાગરાજ  ખાતેથી બાવા -સાધુની જમાત પણ આવી હતી. જેણે કોરોનાનું લોકડાઉન અને ચર્તુમાસ જમદગ્ની આશ્રમ ખાતે ગાળ્યા હતા. ગીરવનરાઇ  વચ્ચે આવેલ. જમદગ્ની રૂષીના આ આશ્રમ અને ગીર મધ્યે આવેલ સુપ્રસિધ્ધ બાણેજ ધામનું સંચાલન મહંત હરિદાસબાપુ કરી રહ્યા છે. તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી તે તસ્વીર.

(9:49 am IST)