સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th November 2020

લખપતના ટીડીઓની બદલીનો હુકમ રદ્દ કરાયો

ડીડીઓ મયૂરકુમાર ભાલોડિયાનો ગાંધીનગર વિકાસ કમિશ્નર ખાતે ચીટનીશ તરીકે બદલી કેન્સલ

ભુજ : બે મહિના પૂર્વે સરહદી લખપત તાલુકાના ટીડીઓની બદલી કરવામાં આવી હતી. જે હુકમ રદ્દ કરવામાં આવ્યો છે. રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બુધવારે નવ ટીડીઓની બદલી કરતો હુકમ જારી કરાયો હતો, જેમાં સરાકરના નાયબ સચિવ આશિષ વાળાએ જણાવ્યું કે, લખપતના તાલુકા વિકાસ અધિકારી મયુરકુમાર વસંતલાલ ભાલોડિયાની ગત ર૯-૯ના ગાંધીનગર વિકાસ કમિશ્નર ખાતે ચીટનીશ તરીકે બદલી કરાઈ હતી, જે બદલીનો હુકમ મૂળ અસરથી રદ્દ કરવામાં આવ્યો છે.

(8:30 pm IST)