ઉપલેટા : ખેડૂતો માટે રાહતરૂપ પેકેજને ભાજપના આગેવાનો દ્વારા આવકાર
ઉપલેટા તા.૨૬ : તાજેતરમાં દશકાના અતિથી ભારે વરસાદ અને ઉપરાઉપરી માવઠાના વરસાદથી રાજયના ખેડૂતોને ખેતરમાં તૈયાર મગફળી કપાસ કઠોળ સહિતના પાકને મોટાપાયે નુકશાન થતા તે બાબતે ધારાસભ્યો સાંસદો ભાજપના આગેવાનો વગેરેએ પુરાવા સાથે યોગ્ય રજૂઆતો કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપમુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ વગેરે તાત્કાલીક સર્વે કરવા વધારાની મોટી રકમનું રાહત પેકેજ જાહેર કરતા તેનાથી ૩૩ જિલ્લાના ૫૬ લાખથી વધુ ખેડૂતોને રૂા ૩૭૯૫ કરોડના માતબર પેકેજથી મોટી રાહત થશે. સરકારના આ નિર્ણયને ઉપલેટાના ધોરાજીના પુર્વ ધારાસભ્ય અને સિનીયર આગેવાન પ્રવિણભાઇ માકડીયા, તા. ભાજપ પ્ર.સંજયભાઇ માકડીયા, શહેર ભાજપ પ્રમુખ રમણીકભાઇ ઠુંમર સહિત શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો આગેવાનો વગેરેએ આવકારી રાજય સરકારે અભિનંદન પાઠવેલ છે.