સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th November 2019

ધોરાજીમાં ભાદરડેમ-૨ જમીન સંપાદન મામલે સબ રજીસ્ટાર સહિતની ૩ કચેરીઓની મીલ્કત જપ્તિના આઠમા દિવસે સરકારી કચેરીઓની કામગીરી શરૂ નહી થતા લોકો હેરાન પરેશાન

ધોરાજી જામકંડોરણાના મામલતદાર કચેરી સહિત સરકારી કચેરીના કર્મચારીઓના પગાર ઠપ્પ થવાની દહેશત

ધોરાજી, તા.૨૬: ધોરાજીમાં ભાદર ૨ ડેમના વિસ્તારના ખેડૂતોના વળતર બાબતે કોર્ટના હુકમ બાદ પણ વળતર નહીં ચૂકવતાં કોર્ટના આદેશ મુજબ ધોરાજીની ત્રણ સરકારી ઓફિસમાં ફર્નિચર કોમ્પ્યુટર વગેરે જપ્ત કરી કાર્યવાહી કરતા છેલ્લા આઠ દિવસથી ધોરાજીમાં દસ્તાવેજ નોંધણી તેમજ સબ ટ્રેઝરીમાં તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન વિગેરે કાર્યવાહી ઠપ્પ થઇ હતી

ભાદરડેમ-૨ મા જમીન સંપાદન ના વળતર મામલે નામદાર કોટે ધોરાજી ની સબ રજીસ્ટાર કચેરી, તિજોરી કચેરી,ભાદર ડેમ-૨ ની કચેરી સહિત ની સરકારી કચેરીઓ ની મીલ્કત જપ્તી વોરંટ ઈસ્યૂ કરાતા ખેડૂતો એ ધોરાજી કોટ ના અધિકારી ની હાજરી માં સરકારી કચેરીઓ ના ફનીચર કોમ્યુટર સહિત ના ઉપકરણો મિલકતો ની જપ્તી કરયા ના બનાવ ને આઠ દિવસ થવા છતા સરકારી કચેરી ઓ ની કામગીરી શરૂ નહી કરાતા કચેરી ઓ ખાતે કામગીરી અથે આવતા અરજદારો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ધોરાજી સબ રજીસ્ટાર કચેરી,પેટા તિજોરી કચેરી,ભાદર ડેમ-૨ ની કચેરી સહિત ની કચેરી ઓની મીલ્કત જપ્ત બાદ કામગીરી શરૂ નહી કરાતા અરજદારોને પરેશાન થવૂ પડતૂ હોવા ની લોક ફરિયાદ ઉઠવા પામી છે

આ અંગે ધોરાજી સબ રજીસ્ટાર કચેરી ના સબ રજીસ્ટાર કરમટા એ જણાવ્યું હતું કે ધોરાજી કોર્ટ દ્વારા ભાદરડેમ-૨ ના જમીન સંપાદન વળતર મામલે કોટે સરકારી કચેરીઓ ની મીલ્કત જપ્તી કરાઈ છે જે થી હાલ માં સબ રજીસ્ટાર કચેરી ખાતે દસ્તાવેજ નોધણી સહિત ની કામગીરી બંધ છે આ મામલે ઉચ્ચ કક્ષા એ રીપોટ કરાયો છે ટૂક સમય મા સબ રજીસ્ટાર કચેરી શરૂ થવા અગે જણાવ્યું હતું.

બનાવ મામલે પેટા તિજોરી અધિકારી કે.એમ.પડયા કહે છે કે

ધોરાજી તિજોરી કચેરી ની તા ૧૮/૧૧ થી નામદાર કોટે ના મીલકત જપ્તી ની કાયવાહી થી તિજોરી કચેરી ની કાયવાહી બંધ છે આ કચેરી ધોરાજી જામકંડોરણા ની ૧૩ કચેરી ઓ ના પગાર સહિત ના બિલો ના નાણાંકિય યવહાર ની કાયવાહી કરાઈ રહી છે અને ધોરાજી જામકંડોરણા ની કોટ સહિત ના કમચારી ઓ ના પગાર સહિત ના નાણાકીય વ્યવહાર ની કામગીરી કરાઈ છે જે જપ્તી થી તાલુકા ના નાણાકીય વ્યવહારોને અસર પહોચી રહી છે.

ધોરાજીનાઙ્ગ વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખઙ્ગ લલીતભાઈ વોરાઙ્ગ એ જણાવ્યું હતું કે ધોરાજી માં ભાદરડેમ-૨ મા જમીન સંપાદન ના વળતર મામલે આઠ આઠ દિવસથી કોર્ટના હૂકમથી સબ રજીસ્ટાર કચેરી સહિત ની સરકારી કચેરીઓ ની મીલ્કત જપ્તી કરયા ના બનાવ અગે તંત્ર વાહકો દ્વારા સબ રજીસ્ટાર કચેરી,તિજોરી કચેરી સહિતની કચેરી ઓ ખાતે કામગીરી નહી શરૂ કરાતા લોકો હેરાન પરેશાન થવૂ પડે છે અરજદારો દસ્તાવેજો નોધણી સહિત ની કામગીરી આવે છે તેને ધકકા થઈ રહયા છે તંત્ર વાહકો દ્વારા સબ રજીસ્ટાર કચેરી,તિજોરી કચેરી સહિતની કચેરી ઓ ખાતે કામગીરી શરૂ કરવામા આવે તેવી લોક માંગ ઉઠી છે.

ધોરાજી માં સરકારી કચેરીઓ ની મીલ્કત જપ્તી કરયા ના બનાવ ને આઠ આઠ દિવસથી સબ રજીસ્ટાર કચેરી,તિજોરી કચેરી,ભાદર ડેમ-૨ કચેરી ધોરાજી ની કામગીરી શરૂ નહી થતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર વાહકો દ્વારા નક્કર કાયવાહી કરાઈ તેવી માગણી ઉઠવા પામી છે.

લોકચર્ચા મુજબ એવું જાણવા મળ્યું છે કે ધોરાજીના ખેડૂતોને વળતર પેટે કોર્ટે હુકમ કર્યો છતાં પણ સરકારી વિભાગ વળતર ચૂકવી નથી જેના કારણે કોર્ટના આદેશથી મિલકત શકિતનો વોરંટને આધારે છેલ્લા આઠ દિવસથી ત્રણ કચેરીઓના ફર્નિચર કોમ્પ્યુટર જપ્ત કરાયા છે ત્યારે આઠ દિવસથી સરકારી ઓફિસોના કામ ઠપ્પ થઈ ગયા છે ત્યારે સરકારી વિભાગના અધિકારીઓ આઠ દિવસથી કેમ મોન છે તે સવાલ ઉભો થયો છે.

(11:54 am IST)