એસ.એન.ડી.ટી મહિલા કોલેજ ભાવનગરની વિદ્યાર્થીનીઓ દ્વારા દેખાવો
ભાવનગર તા.૨૬: ભાવનગરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલા એસ.એન.ડી.ટી મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા શિક્ષણ વિભાગના પરીપત્ર અને કોલેજની માન્યતા મામલે કોલેજ ખાતે દેખાવો કરી રોડ પર ચક્કાજામ કર્યો હતો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી માં મર્જ કરવામાં આવેલ એસ.એન.ડી.ટી મહિલા કોલેજમાં અભ્યાસ કરી ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની ડિગ્રીની માન્યતા અંગે શિક્ષણ વિભાગના પરિપત્રો નો વર્ષ ૨૦૧૨થી અમલ કરવાના નિર્ણયના વિરોધમાં મહિલા કોલેજ ખાતે એકઠી થયેલ વિદ્યાર્થિનીઓએ કોલેજ ખાતે દેખાવ કર્યો હતો અને રોડ પર ચક્કાજામ કરતા પોલીસ કાફલો મહિલા કોલેજ દોડી ગયો હતો દેખાવો અને ચક્કાજામ અંગે વિદ્યાર્થીનીએ માહિતી આપી હતી
વિદ્યાર્થિનીઓના પ્રશ્નને લઈને ગાંધી કોલેજના સંચાલકો પણ ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા દોડી ગયા હતા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે આ અંગે કોલેજના સ્મિતાબેન માહિતી આપી હતી શિક્ષણ વિભાગના પરિપત્ર ની પાછલી અરજી અમલ કરવાના નિર્ણયના પગલે કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ડિગ્રી નકામી થઈ જાય તેવી સ્થિતિમાં છાત્રાઓએ આંદોલન શરૂ કર્યું છે