સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th November 2019

જામનગર સૈનિક સ્કુલ બાલાચડીમાં ઇન્ટરહાઉસ ઓબ્સ્ટીકલ સ્પર્ધા યોજાઇ

જામનગર : સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઈન્ટર હાઉસ ઓબ્સ્ટીકલ સ્પર્ધા ૨૦૧૯-૨૦દ્ગફ્રત્ન આયોજન કરવામાં આવ્યું હતું. સૈનિક સ્કૂલ બાલાચડીમાં આ પ્રકારની સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ સ્પર્ધામાં સ્કૂલના છ હાઉસના ધોરણ ૧૦ થી ૧૨દ્ગક્ન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  તમામ વિદ્યાર્થીઓએ દરેક ઓબ્સ્ટીકલ પાસ કર્યા હતા તેમાં સ્ટ્રેટ બલેન્સ, ગેટ વોલેટ, એલ્બો લિફ્ટ, જિગ-જગ બેલેન્સ, ડબલ ડીચ, બર્મા બીચ, આઠ ફૂટ હોલ, સ્ક્રેબલ નેટ, મંકી રોપ, વર્ટીકલ રોપ, ક્રોલ અને રેપનો સમાવેશ થાય છે. આ ઈન્ટર હાઉસ ઓબ્સ્ટીકલ સ્પર્ધા ૨૦૧૯-૨૦ માં સરદાર પટેલ હાઉસ વિજેતા અને ગરૂડ હાઉસ રનરઅપ બન્યું હતું. સરદાર પટેલ હાઉસે આ સ્પર્ધા ૧૨ મીનીટ અને ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરી હતી. જે ગયા વર્ષનો ગરૂડ હાઉસના ૧૨ મીનીટ અને ૪૦ સેકન્ડનો રેકોર્ડ તોટ્યો હતો.આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપલ ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે વિજેતાઓને ટ્રોફી અને પુરસ્કાર આપ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ પ્રકારની સ્પર્ધાથી વિદ્યાર્થીઓની શારીરિક ફિટનેશ અને ક્ષમતામાં વધારો થાય છે. તેમણે વિદ્યાર્થીઓ જે ટીમભાવનું પ્રદર્શન કર્યું તેમની પ્રશંસા કરી હતી તથા વિદ્યાર્થીએને સલાહ આપતા જણાવ્યં હતું કે તેમણે પોતાને દરેક લેવલે તપાસતા રહેવું જોઈએ.આ તકે ઉપસ્થિત અધિકારીઓ અને સ્ટાફે વિજેતા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા(તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:46 am IST)