સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th November 2019

નિકાવા-રણુજા-કાલાવડ-રીબડા થઇ ગોંડલ પધારતા ક્રાંતીકારી સંત

જન્મભૂમિ અને જન્મદાત્રીના ઋણથી સંત પણ મુકત થઇ શકતા નથીઃ પૂ. પારસમુનિ

રાજકોટઃ તા.૨૬, ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવશ્રી જગદીશમૂનિ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ.શ્રી પારસમૂનિ મ.સા.નું તા.૨૩/૧૧ના ભવ્યાતિ ભવ્ય સ્વાગત જન્મભૂમિ નિકાવા ગામમાં સમસ્ત નિકાવા ગામ દ્વારા કરવામાં આવ્યુ. ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ મુછડીયા, સરપંચશ્રી રાજેશભાઇ મારવીયા, પૂવસરપંચ  માવજીભાઇ સાવલીયા, રાઘવજીભાઇ વગેરે તેમજ પૂ.ગુરૂદેવે જેમની પાસે બાળપણમાં અભ્યાસ કર્યો હતો. તેવા સર્વ શિક્ષકો સુલેમાન સાહેબ આદમાણી, ભીખા સાહેબ, વનમાળી સાહેબ, જાની સાહેબ, તાડા સાહેબ, બાબુ સાહેબ, સુચક સાહેબ આદિ પણ ઉપસ્થિત રહેલ.

ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, મંત્રી જીજ્ઞેશભાઇ વોરા, મનિષભાઇ દેસાઇ આદિ ગોંડલ સંઘના પદાધિકારી ગણ ઉપસ્થિત રહેલ તેમજ ધ્રોલ સંઘ, કાલાવડ સંઘ રાજકોટના વિવિધ સંઘો મીઠાપુર સંઘ, જેતપુર સંઘ, જામનગર સંઘ, ધોરાજી સંઘ આદિ ઉપસ્થિત રહેલ.

મુંબઇ ભાજપ ઉપાધ્યક્ષ પુરૂષોતમભાઇ રાજપુત, પંતનગર સંઘના ટ્રસ્ટી પ્રફુલ્લભાઇ દોશી,  કાદીવલી સંઘના મેનેજીંગ ટ્રસ્ટી નરેશભાઇ મકાણી, ઘાટકોપરના જૈન અગ્રણી અનિલભાઇ દોશી, દિવ્ય ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી વિપુલભાઇ મહેતા આદિ ઉપસ્થિત રહેલ.

 ૨૨૦૦ જેટલા ભાવિકોની ઉપસ્થિતિમાં ગોંડલ સંપ્રદાય પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી અને પ્રવિણભાઇ મુછડીયાની આગેવાનીમાં સ્વાગત યાત્રા નીકળેલ જે માધવભાઇ સાવલીયાના વિશાળ નિવાસ સ્થાનમાં ધર્મસભામાં ફેરવાયેલ. ધર્મસભા બાદ મહાપ્રસાદ રાખવામાં આવેલ. જેનો લાભ માતુશ્રી તારાબેન સૌભાગ્યચંદ મહેતા પરિવાર હસ્તે દક્ષાબેન મહેશભાઇ મહેતા પરિવાર દિશિતા, જીનલ, ધવલે લીધેલ.

મીઠામધુરા શરબતનો લાભ ડો. ભાયાણી સાહેબે લીધેલ મંડપ સમીયાણા વગેરેનો લાભ ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયાએ લીધેલ.  પાણીનો લાભ રજનીકાંત ભીખાભાઇ મારવીયાએ લીધેલ. એક ટાઇમ ભોજનનો લાભ  માતુશ્રી નિર્મળાબેન મુગટલાલ વોરા, હસ્તે સુમનબેન હિતેષભાઇ વોરાએ લીધેલ.

સમગ્ર નિકાવા ગામના બ્રાહ્મણ ૮૪ સમાજ, સાધુ સમાજ, દેવી પુજક સમાજ પણ સમસ્ત કુટુંબો મહાપ્રસાદનો લાભ આપવા પધારેલ.

પૂ. ગુરૂદેવે જણાવેલ કે ૨૨ વર્ષે જન્મભૂમિમાં પધારવાનું થયું અમારા સંસારી મોટાબાપુજી સૌભાગ્યચંદભાઇની ઘણી ભાવના કે એકવાર આપ સૌરાષ્ટ્ર પધારો અને ગોંડલ ચાતુર્માસ અર્થે પધારવાનું થયું. જન્મભૂમિ અને જન્મદાત્રીના ઋણથી સંત પણ મૂકત થઇ શકતા નથી. આપ સર્વનો પ્રેમ વાત્સલ્ય આપ સર્વના હૃદયમાં અમે વસેલા છીએ. એ આજે અમે અનુભવી રહયા છીએ.

આપ નિકાવા ગામને ભાઇચારાનો સૌહાર્દ અને જાતિવાદ, ધર્મવાદ રાજનીતીના વાદથી દુર રાખી અમન-શાંતિ સદૈવ બનાવી રાખશો. સંત હિન્દુ -મુસ્લીમ-બૌધ્ધ જૈન વગેરે પંથોની સરહદોથી પર હોય છે. સંત તો સૌના હોય છે. અમારે મન ઉચ નીચના ભેદ  નથી અમારે મન તો સમસ્ત રાષ્ટ્રએ અમારૂ કુટુબ છે. આપ સૌ સુખી થાઓ. કલ્યાણ થાઓ.

તા.૨૪ના નિકાવાથી રણુજા વિહારયાત્રામાં ૮૦ ભાઇઓ-બહેનો જોડાયા. કાલાવડ સંઘ પ્રમુખ પ્રફુલ્લભાઇ મહેતાએ રસ્તાઓ બાઇક રેલીનું વિશાળ આયોજન કરી કાલાવડ પાસેથી ગુરૂદેવ પસાર થતા હતા ત્યારે ડો. બાબા સાહેબ આબંડકરના સ્ટેચ્યુ પાસે ભવ્ય સ્વાગત કર્યું. એક કિલોમીટરની બાઇક રેલી કાઢવામાં આવી પછી રણુજા ગાદીપતિ સુરેન્દ્રભાઇ કામદાર, સુર્યબેન કામદારે ભવ્ય સ્વાગત રામદેવ પીરની જગ્યામાં કરેલ. રાત્રિ સત્સંગમાં ૨૦૦ જેટલા લોકોએ લાભ લીધેલ.

તા.૨૫ના કાલાવડ (શીતલા) પધારેલ ત્યાં ગાંગજીઋષિ અજે વીરજીઋષિના બે મહાન જૈન સંતોની સમાધિ શિતલા માતાના મંદિર પાસે છે. ત્યાંથી સ્વાયત યાત્રા રાખવામાં આવેલ કાલાવાડના વિવિધ મુખ્યામાર્ગો પર થઇને યાત્રા દશાશ્રીમાળી વાડી પહોંચેલ. ત્યાં પ્રવચનમાં ૪૦૦ જેટલી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેલ. કાલાવડ સંઘે ચોમાસાનીં ભાવના ભાવેલ.ત્યાંથી રીબડા પધાર્યા.

તા.૨૬ના ગોંડલ પધાર્યા ભવ્ય સ્વાગતયાત્રા કોેલેજ ચોકથી નાનીબજાર, ગાદી ઉપાશ્રય, દાદા ડુંગર ગુરૂની ગાદી ઉપાશ્રય પધારી ત્યાંથી કૈલાશબાગમાં માતુશ્રી હર્ષાબેન નવિનભાઇ દેસાઇ, મનિષભાઇ દેસાઇના નિવાસસ્થાને આજનો રાત્રીવાસ ગુરૂદેવ રહેશે.

(11:42 am IST)