સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th November 2019

જામનગરના વરિષ્ઠ નાગરિક રંજનબેન શાહનું ધ્વજદિન નિમિત્તે ફાળો આપતા કલેકટર દ્વારા સન્માન

જામનગર ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનના આયોજન અંતગર્ત બેઠક મળી

જામનગર તા. ૨૬:ઙ્ગસશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ૨૦૧૯-૨૦ની આગામી તા. ૦૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ થનાર ઉજવણીના આગોતરા આયોજન અંગે મ્યુ.કમિશનર અને જિલ્લા ઇન્ચાર્જ કલેકટરશ્રી સતિશ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં એક બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી સતિશ પટેલએ દેશના વીર જવાનોના બલિદાન તેમજ તેની સેવાઓને બિરદાવી હતી અને જિલ્લાના તમામ નાગરિકોને સશસ્ત્ર સેના ધ્વજદિન નિમિતે ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯ની સશસ્ત્ર સેના ધ્વજદિન ઉજવણી નિમિતે આપણા જિલ્લાને રૂ. ૨૦ લાખનો ફાળો એકત્રીત કરવા ગૃહ વિભાગ ગાંધીનગર તરફથી લક્ષ્યાંક ફાળવવામાં આવેલ હતો. જેની સામે વિવિધ સરકારી, અર્ધ સરકારી વિભાગો, ઙ્ગખાનગી સાહસો, શાળાઓ તથા વ્યકિતગત તરફથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપીને લક્ષ્યાંકથી પણ વધુ કુલ રકમ રૂ.૨૪,૩૨,૭૮૭ એકત્રીત થયેલ છે.

આ તકે વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં સરકારી કચેરીઓ, શહેરી/ગ્રામીણ સ્કુલો, શૈક્ષણિક અને ઔદ્યોગિક સંસ્થાઓ તથા વ્યકિતગત રીતે મહત્ત્।મ યોગદાન આપનાર કુલ ૩૫ દાતાઓને પ્રશંસાપત્રો અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે પણ આપણા જીલ્લાને રૂ. ૨૦ લાખ ફાળો એકત્રિત કરવા લક્ષ્યાંક ફાળવેલ છે. જેની સામે અત્યાર સુધીમાં વિવિધ સરકારી, અર્ધ સરકારી વિભાગો, ખાનગી સાહસો, શાળાઓ અને વ્યકિતગત તરફથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રકમ રૂ.૧૧,૧૪,૨૦૮  મળેલ છે. આ બેઠકમાં ઉપસ્થિત તમામને 'જરા યાદ કરો કુરબાની' દેશભકિત પર આધારિત અને સૈનિકોના જીવનને વણીલેતી એક ટુંકી ડોકયુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવેલ હતી. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારિક, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી સંદીપ જયસ્વાલ, જિલ્લા સૈનિક કલ્યાણ વ્યવસ્થાપકશ્રી પ્રદિપભાઇ વાયડા, મહિલા સૈનિક કલ્યાણ વ્યવસ્થાપકશ્રી રેખાબેન દુદકીયા, સૈનિક કલ્યાણ અને પુનર્વસન વિભાગના એન.જે.જાડેજા, રમેશભાઇ ડાંગર, રઇશ દ્યાંચી તથા વિવિધ સરકારી, અર્ધ સરકારી વિભાગો, ખાનગી સાહસો, શાળાઓ અને વ્યકિતગત દાન આપનાર દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(11:37 am IST)