સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th November 2018

જસદણની પેટાચૂંટણીમાં કુંવરજીભાઇ બાવળિયા સામે પૂર્વ ધારાસભ્ય લાલજી મેરનું નામ પણ રેસમાં જોંડાયું

લાલજી મેર કોળી આગેવાન અને ભજપમાંથી રાજીનામુ આપ્યું છે.

જસદણની પેટા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી મામલે કોંગ્રેસના દાવેદારોની રેસમાં વધુ એક નામ ઉમેરાયું છે. ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય લાલજી મેરનું નામ રેસમાં જોડાયું છે. તેઓ જસદણથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે. લાલજી મેર કોળી આગેવાન છે અને ટિકિટ ના મળતાં ભજપમાંથી રાજીનામુ આપ્યું છે.

     કોંગ્રેસના પ્રભારી અને નિરીક્ષકોની બેઠકમાં બંધ બારણે લાલજી મેરના નામની ચર્ચા થઈ છે. પ્રભારી રાજીવ સાતવે જસદણના સંભવિત દસ દાવેદારો સાથે બેઠક કરી હતી. બેઠકમાં તમામ દસ ઉમેદવારોનો એક રાગ સાંભળવા મળ્યો. તેમણે ભાજપના ઉમેદવારને હરાવવા મહેનત કરવાની વાત કરી છે.

(11:36 pm IST)